________________
૧૫૪] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત ત્યારે તેઓ પિતાથી દીક્ષા લઈ શકાતી નથી, છતાં દીક્ષા લેનારાઓના કુટુંબાદિકના નિર્વાહની વ્યવસ્થા માટે કેમ કાંઈ પ્રયત્ન કરતા નથી? એટલું જ નહિ પણ અન્ય કેઈ ધર્માત્મા પુરૂષ દીક્ષા લેનારના કુટુંબનું પાલન કરવાની વ્યવસ્થા કરે છે, તે તે કેમ સહી શકાતું નથી ? તેઓના આ વર્તનથી સ્પષ્ટ માનવાની જરૂર પડશે કે-“તેઓનું ધ્યેય દીક્ષા લેનારના કુટુંબની દયા ચિંતવવાનું નથી, પણ કેવળ દીક્ષાને વિરોધ કરવાનું જ છે.”
પૂર્વે શ્રી કૃષ્ણ મહારાજે આખી દ્વારિકા નગરીમાં ઉઘોષણા કરાવી હતી કે જે કઈ મનુષ્ય ભગવાન નેમિનાથ સ્વામિ પાસે દીક્ષા ગ્રહણ કરશે, તેને પાછળની બધી કુટુંબ આદિની ચિંતા હું કરીશ”—તેમ વર્તમાનમાં પણ દીક્ષિત થનારનાં માતાપિતાદિના પાલનની વ્યવસ્થા કરવાનું જે કોઈ કદાચિત સ્વીકારે, તે તેની તરફ અણગમો કેમ બતાવાય છે? તેમજ દીક્ષા લેનાર તથા દેનાર બનેને વગોવવા માટેની તૈયારી કેમ થાય છે? એ અણગમાને અર્થે તો એટલો જ થાય છે કે—કોઈપણ ભાવિકે દીક્ષા લેનારને મદદ કરવી નહિ; અને દીક્ષા લેનારે પોતાના કુટુંબનું પાલન કરવાની વ્યવસ્થા કર્યા સિવાય દીક્ષા લેવી નહિ; તેમજ દીક્ષા લેનાર તેવી વ્યવસ્થા જ્યાં સુધી ન કરે, ત્યાં સુધી કેઈએ તેને દીક્ષા આપવી નહિ. આ ઉપરથી દીક્ષાને વિરોધ કરનારને ઈરાદે સ્પષ્ટ જણાઈ આવે છે કે-અઢાર વર્ષની અંદર વયને લીધે દીક્ષા લેવાને અગ્ય છે, પચ્ચીસ વર્ષ લગભગને નવીન પરિણીત હોવાથી અગ્ય છે અને તેથી વધુ ઉંમરને મા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com