________________
૧૯ છોકરાને પરચુરણ વ્યાપારમાં જરૂર પડે તેટલો અભ્યાસ ભાઈ હરખચંદને તેમના પિતાએ કરાવેલ. આ પછી તેઓને નાશીક નોકરીમાં મોકલ્યા. ભાઈ હરખચંદની છુપી શક્તિ કાંઈક અહીં જણાઈ. બહુ જ થોડા વખતમાં તેઓ વગર શીખવ્ય પાકા નામાના અને અટપટું વ્યાજ કાઢવા વિગેરેના અનુભવી થઈ ગયા. અપઢ હરખચંદ નામાના કીટ ગણાવા લાગ્યા.
પરતુ ભાઈ હરખચંદ પહેલેથી જ ધર્મકરણીના રસિક હતા. પૂર્વભવના સંસ્કારેથી જ પ્રેરાતા હોય તેમ, તેઓના અન્તરમાં ધર્મભાવના જાગૃત રહેતી અને ધર્મક્રિયા કરવાની અભિરૂચિ થયા કરતી. ખરેખર, જૈનકુળને પ્રભાવ જ અજબ છે. જૈનકુળના બાળકમાં હેજે સહેજે ધર્મકર્મની અભિરૂચિ ઉત્પન્ન થાય છે. જૈન કુટુમ્બનાં બાળકના જીવનસંસ્કાર જ જૂદા હેય છે. બાલ્યાવસ્થાથી જ જન કુળમાં જન્મેલ બાળકે રાગ અને Àષના મહાન વિજેતા વીતરાગ પરમાત્માની અને જગના સકલ વૈભવને મન, વચન, કાયાથી, ન કરવા-ન કરાવવા-ન અનુમોદવા રૂપે ત્યાગ કરનારા નિગ્રન્થ મુનિવરની પૂજા અને ભક્તિ કરનારા હોય છે. એટલું જ નહિ પણ, તેઓ પોતાની દૃષ્ટિ સમક્ષ હરદમ જોયા કરે છે કે-અખૂટ સંપત્તિશાલી અને મહાન સત્તાધારી પણ એ વીતરાગ પરમાત્મા અને ત્યાગી ગુરૂને પૂજે છે. ગુરૂજનના મુખેથી જૈનકુળનાં બાળકે આવી વાતેનું શ્રવણ કરે છે. આ વસ્તુ તેઓના અન્તરપટ ઉપર એક ઉચ્ચતમ આદર્શ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com