________________
૧કર ] . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત કુટુંબ પ્રત્યેનો પ્રેમ દીક્ષાથી દૂર રાખનારે છે, એમ તે મુમુક્ષુ મનુષ્ય જાણતો હોવાથી તેને ત્યજી શકે છે, પણ સંસારના મોહમાં ડુબી રહેલા, કેવળ પુગલમાં આનંદ માનનારા કુટુંબીજને તે દીક્ષિત થનારના પ્રેમને ન જ છેડી શકે, એને જરૂર તેઓને વિચાર આવત. મેહની પ્રબળતાથી કુટુંબીજનોને દીક્ષા લેનાર પ્રત્યેનો પ્રેમ છૂટે નહિ અને તે દીક્ષિત તેઓના પ્રેમમાં બંધાએલ રહે નહિ, તેને પરિણામે કુટુંબીજને રૂદન અને આક્રોશ કરે, તેમાં કાંઈ નવાઈ જેવું નથી. મોડથી થતું રૂદન અને આક્રોશ તે જ મનુષ્યને ન હોય, કે જેઓ મહિને સુખદાયક નહિ માનતાં, દુઃખદાયક માને છે. મોહમુગ્ધ બનેલ કુટુંબીજન પ્રેમના પારમાર્થિક અનિષ્ટ સ્વરૂપને સમજી છોડવાને તૈયાર થાય, તે બનવું જ અસંભવિત છે. મરવાની અણી ઉપર રહેલે મનુષ્ય પણ કુટુંબના મેહમાં મુગ્ધ બનીને પોતાની છાતી અને માથુ કુટે છે, તેમજ રૂદનાદિ કરે છે. કદાચ તેમ ન કરે તો પણ અશેષમાં તો જરૂર જ ગરક થાય છે. તે જેમ મૃત્યુમુખને પ્રાપ્ત થએલે મનુષ્ય અવશ્ય છોડવાનું જાણવા છતાં પણ મેહને લીધે કલ્પાંત કરે છે, તેમ જે મુમુક્ષુજન કુટુંબીજનનો સર્વથા ત્યાગ કરવાને ઉદ્યમવાળો થયો છે, તેની ઉપર પ્રેમ રાખનારાં મોહમુગ્ધ મનુષ્ય શેકઆકંદ વિગેરે નહિ કરે, એમ કેમ બની શકશે? તેટલા માટે તેને અન્ય મતના તેમજ જૈન મતના વ્યાકરણકારેએ પણ “માવો મક્ષિણએવા પ્રકારના સૂત્રની અનુવૃત્તિ રાખીને પણ વાના” એવું સૂત્ર કહ્યું છે. તેના દષ્ટાંતમાં સાફ સાફ જણાવે છે કેરેતા-કકળતા લોકોને અનાદર કરીને જ સંન્યાસ કે દીક્ષા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com