________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ ૧૨૫ કોઈપણ જાતના ભરણપોષણને આધાર ન હોય એવી બાલિકા, યુવતી કે વૃદ્ધા વિધવાઓ હજારોની સંખ્યામાં રહેલી છે, તો દીક્ષિત થનારની સ્ત્રીની દયા ચિંતવનારાઓને તેવી સ્ત્રીઓ તરફ કેમ દયા નથી આવતી ? જ્યાં સુધી આવી હજારે સ્ત્રીઓનાં ભરણષણને માટે જેઓને દયા આવતી નથી, અથવા તે બાબતમાં કંઈ પણ વ્યવહારિક પગલું ભરતા નથી, ત્યાં સુધી તેઓ માત્ર ગણીગાંઠી સ્ત્રીઓના નામે દીક્ષા જેવા પરમ પવિત્ર કાર્યને અટકાવવા જાય, તો માનવું જોઈએ કે–તે કેવળ તેઓના અંત:કરણમાં રહેલી દીક્ષાની વિરૂદ્ધતાને જ સૂચવે છે. સીધી રીતે એ દેખનારને માલુમ પડશે કે- પતિ દીક્ષા લેવા તૈયાર થાય, તો તેને રોકવા માટેનો એક શબ્દ કહે, તે કુળવંતી સ્ત્રીઓને લાયક નથી. અને તેથી જ દીક્ષાની અભિલાષાવાળાઓની સ્ત્રીઓએ દીક્ષાને માટે ઉત્તેજક વાક્ય કહેલાં હોય તેમ તે શાસ્ત્રોમાં સ્થાને સ્થાને આવે છે, પણ કોઈ પણ સ્થાને કુળવંતી સ્ત્રી પોતાના વિષયસુખની ખાતર ભરથારની પવિત્ર ઈચ્છાને મારી નાંખે, અગર તેવી ઈચ્છા સિદ્ધ કરવામાં આડી આવે, એમ આવતું નથી. અને તેથી જ આર્દ્રકુમારની સ્ત્રી આદ્રકુમારને દીક્ષાના રોકાણ માટે કંઈ પણ કહી શકી નહિ, પણ માત્ર બાળકના મેંઢાથી વ્યંગ રીતિએ બોલાવવા રેંટીયાનો પ્રયત્ન કર્યો. આ બનાવ સાડી ચોવીસ વર્ષ પહેલાં બનેલ છે
આ કમારના સસરા પાસે દેવતાએ વષવેલ દ્રવ્યની વૃષ્ટિનું પુષ્કળ ધન હતું. તેને એકની એક પુત્રી હોવાથી બાર વર્ષ સુધી ભિક્ષુકેને માટે દાનશાળા ચલાવી હતી. તેવી આદ્રકમારની સ્ત્રી જ્યારે પતિ દીક્ષા લેવા તૈયાર થાય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com