________________
શકાય તેટલું રહેવાની લાલસાથી પ્રજા દોડી રહી છે, અને સંસ્થાઓમાં દાખલ થતી જાય છે. પછી તે સહકારી સહકારી, રાષ્ટ્રીય પ્રજાકીય, ધામિક વ્યાવહારિક, દરબારિ સ્કુલ કે ગુરુકુળ, બોડિગ કે ભુવન, પાઠશાળા કે મસા, કોલેજ કે મહાવિદ્યાલય, શિક્ષણમંદિર કે જ્ઞાનમંદિર, જુની ઘરેઠ પ્રમાણે ચાલતી હોય - કે નવી ઘરેડ પ્રમાણે ચાલતી હોય, શિક્ષણના સૂમ નિયમ
પર ચાલતી હોય કે સ્થૂલ નિયમો પર ચાલતી હોય; ગામડામાં હેય, કે શહેરમાં હોય, પર્વતની ટેકરી પર હોય, કે નદી કિનારે હોય, જંગલમાં ચાલતી હોય કે વેરાન પ્રદેશમાં ચાલતી હોય, દેશીની હોય કે ખ્રીસ્તી પાદરીની હાય, આશ્રમ નામ નીચે ચાલતી હોય કે નિકેતન નામ નીચે ચાલતી હોય, પરંતુ તે દરેક માં સંખ્યાબંધ વિદ્યાથીઓ ઉભરાઈ રહ્યા છે. અને છેલ્લા ૫વચ્ચીસ વર્ષમાં વિચાર કરીશું તે આપણામાં પણ ૩૦-૪૦ સં
સ્થાઓ જોતજોતામાં થઈ ગઈ છે. અને દિગબંર સ્થાનકવાસી વિગેરેની સાથે ગણના કરીએ તે જેના નામ સાથે જોડાયેલી સે. ઉપરાંત સંસ્થાઓ જુદા જુદા નામ અને ઉદેશના લખાણ નીચે ચાલુ થઈ ગયેલી છે. ભલે નામ ગમે તેવું રાખ્યું હોય, તેના બંધારણમાં ઉદ્દેશ ગમે તેવા અક્ષરે લખ્યું હોય પરંતુ દરેકનું પરિણામ એકજ આવ્યું છે. કારણ કે એકાએક ઉત્પન્ન થવાનું જે કારણ હતું તે દરેકનું સમાન હતું એટલે પરિણામ પણ સમાજ આવે, તેમાં નવાઈ શી? જ્યારે એક પણ સંસ્થા નહોતી મારી ધારણ પ્રમાણે આપણામાં સૌથી જુની સંસ્થા મહેસાણા પાઠશાળા છે કે જે માત્ર ધાર્મિક શિક્ષણ આપવાના ઉદ્દેશથી જ સ્થપાઈ હતી. અને પછી તે પાઠશાળાઓ, બાઈ વિગેરે રૂપમાં અનેક સંસ્થાઓ ઉત્પન્ન થઈ ગઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com