________________
૫૦
તરફ વાઈ રહ્યો છે, તેની સામે દૃઢતા પૂર્વક આંખ મીંચનારા. ધાર્મિક શાળામાં વ્યાવહારિક દાખલ ન કરવું તે ન જ કરવું. ગમે તેવા મુનિને માન આપવું તે આપવું જ. ધોરણસર અભ્યાસપ્રણાલી નકી ન કરી તે ન જ કરી. ઘણા શિક્ષકે તથા સુધરેલી ઢબથી વહીવટ ન ગઠો તે ન જ ગોઠવ્યા. એ તે પિતાને ચલે જ ચાલ્યા જતા હતા. તેમના આખા જીવનમાં–જમાન કે આગળ વધે? ક્યાં કયાં ખાતાએ ખોલાય છે, તે બધા સામે તેમણે આંખ મીંચી રાખી. જરાય તેમાંથી અનુકરણ ન કર્યું. કેઈની વાત ન સાંભળી સાંભળી તે અમલ ન કર્યો. નહીંતર કેટલી બધી પ્રગતિ થઈ હેતે? સારામાં સારા ધાર્મિક શિક્ષકે ઉત્પન્ન થયા હતે. સંસ્કારી, વિદ્વાન અને જમાનાને અનુસરીને ચાલવાવાળા શિક્ષક થયા હેતે, ઉત્તમ પાઠય પુસ્તકો, ઉત્તમ લેખસંગ્રહો વિગેરે તૈયાર કરાવી શક્યા હોતે. પ્રજાના ઘણા રીતરિવાજે ફરી ગયા હોતે. અંધશ્રદ્ધા ટૂટી હોત. સાધુઓની જોહુકમી વધારે મોળી પડી હેત. ગૃહસ્થ ધર્મિઓ વધારે છુટથી ધર્મનાં ખાતાંએની લગામ હાથમાં લઈ શક્યા હોત, ઇત્યાદિ અનેક ફાયદાઓ થયા હતે. પરંતુ એકના બે ન થયા તે ન જ થયા. અલબત્ત તેમણે સુધારા તરફ પહેલ કરી કહી શકાય. એ રીતે સુધારાના જૈન ઈતિહાસમાં તેમનું નામ પણ ગણાશે તે ખરૂંજ, અને તેટલા ઉપરથી અમે પણ તેને માન આપીએ છીએ, કેમકે જ્યારે બીજા તદ્દન વિરોધી જ છે, તેના કરતાં વેણચંદભાઈએ જરૂર વધારે હિમ્મત બતાવી છે. તે પણ જોઈએ તેવી નહીં. એટલે જ અસંતોષ રહી ગયો છે. જો કે તેમણે કેળવણી ખાતે સ્થાપીને કેળવણીની હિમાયત કરવાની પહેલ કરી ખરી, પરંતુ તેને પ્રવાહ એકલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com