________________
કરે છે. તે ઘટાડે અટકાવવા હાલના જમાનાને અનુસરતા જે જે સાધનેનો ઉપગ લેવાય છે તે બધાં ઘટાડો વધારવામાં વધારે મદદગાર થાય છે, એમ અમે ચોકકસ સાબિતીપૂર્વક કહી શકીએ છીએ. કારણ કે પતનનાં કારણોમાંથી બચવા માટે તેની સામે આપણે જે સાધનોનો ઉપાય તરીકે ઉપયોગ કરીએ છીએ, તે સાધન પણ તેમાંથી જન્મેલાં છે, એટલે પાછાં તે પતનનાં કારણોને વધારે વેગ આપે છે, માટે તેની સામે વિરોધ છે. આ વાત વેણચંદભાઈ કેટલીક બાબતમાં સમજી નથી શક્યા, તેથી અમે એમ કહીએ છીએ. નુકશાનકારકને લાભનાં સમજી તેની પાછળ મચ્યા રહેવું, તેના કરતાં ચૂપચાપ હાથ જોડીને બેસી રહેવું સારૂં કે નહીં ? પૂર્વ તરફ જવું હોય, તેને બદલે પશ્ચિમ તરફ. દોડે, તેના કરતાં એક જ સ્થળે ઉભે રહેનાર છેઠ કે નહીં ? કારણ કે પછી પાછા વળવાનો ઉપાય જ ન હોય?
મરવાની અણું ઉપર આવી રહેલા પિતાને મળવા નીકળેલા બે ભાઈઓમાંથી કલકત્તાની ગાડીમાં બેસવાને બદલે મદ્રાસની . ગાડીમાં બેસી જનાર કરતાં બીજા વખતની ગાડીની રાહ જોઈ ત્યાં જ ઉભે રહેલે ભાઈ વધારે રહેલે પહોંચે કે નહીં? માટે કઈ પણ નવી પ્રવૃત્તિ કરતાં પહેલાં ખામોશ રહેવાને અમે કહીએ છીએ.”
“વેણચંદભાઈને માટે તમે આમ નહીં કહી શકે, કારણ કે બહારથી નવા જણાતા સાધનેને ઉપગ પણ તેમણે ધર્મના મૂલને સિંચન કરવામાં જ કર્યો છે. એ રીતે ઉપયોગ ધ્યાનમાં રાખીને જ તેમણે આવશ્યક નવાં સાધનો ઉપયોગ કર્યો છે.
તેમને ખ્યાલ ધર્મ અને ધર્મજ્ઞાન વધારવાનું હતું, ધર્મ સ્થાનેને આકર્ષક બનાવવાનું હતું, અને તેમાં ચાલુ નવાં સાધનોથી જે કાંઈ થઈ શકે તે રીતે કરતા હતા. અર્થાત્ નવાં સાધનથી થઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com