________________
૧૫૪
વેણીચંદ તન મન દઈ મંડયા, એ સઘળાં શુભ કામે, ધર્મપસાથે જે જે કીધું, તે સહમાં યશ પામેર,
ભવિકા-એ નર અજબ૦ ૭ છપ્પનિયા દુષ્કાળ વખત પણ, જનસેવા બહુ કીધી; પાટણ મહેસાણે દીન જનને, સહાય ભલી રીત દીધીરે,
ભવિકાએ નર અજબ૦ ૮ એ તનતોડ પ્રયત્ન નિહાળી, સ્થાનિક હાકેમ આપે માનપત્ર એ ધર્મરસિકને, અગ્રગણ્ય કરી સ્થાપેરે,
ભવિકાએ નર અજબ૦ ૯
દેહરા. ત્યારપછી એ શ્રેષ્ઠીએ, તીર્થતણા ઉદ્ધાર; આબુ રાણકપુર અને સિદ્ધાચળ ગિરનાર. જીર્ણમંદિરો તે સ્થળે, સમરાવ્યાં ધરી ખંત; દ્રવ્ય ઘણું ખરચાવિયું, સમજાવી ધનવંત. માળવને મેવાડને, જીર્ણોદ્ધાર વિચાર, એમાં પણ હિમ્મત કરી, યત્ન કર્યો હદપાર. સાથે સહાયક બહુ હતા, શ્રાવક ને અણગાર; પણ એ કાર્ય પ્રથમ પદે, વેણીચંદ કરનાર. તીરથ તારંગાતણું, ઝાલ્યું અંતિમ કામ; પણ ત્યાં આયુ ખૂટતાં, ચાલ્યા સ્વર્ગ–મુકામ.
ઢાળ ૪ થી. હરે પ્રભુ શ્રી સીમંધર દેવ શાસન-સ્વામીરે—એ દેશી.
કાંઈ પુણ્યવાન નર એહ લબ્ધિધારીરે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com