________________
૧૩૧
પછી, ધર્માંસાધન થાય તાજ વ્યાપારમાં લાભ મળે, એમ તેમને શ્રદ્ધા હતી. ધીમે ધીમે વ્યાપારીજીવન ઘટતું ગયું અને પારમાર્થિક જીવન વધતું ચાલ્યું. જૈન શાસનની સેવા કરવાની ભાવના જાગ્રત થઈ અને વધવા માંડી. તેમની સ્વયંસેવા અદ્વિતીય હતી. હિંદુસ્તાનમાં આ પુરૂષની જોડી મળવી મુશ્કેલ છે, અથવા જોડી નથી એમ કહીએ તેા ચાલે. પરમાર્થિ પુરૂષા પ્રાય: સ્થળે સ્થળે હશે, પણ તેઓ એક કે એ કામ કરી શકતા હેશે. પણ આ પુરૂષને જુદે જુદે સમયે જે જે ભાવનાઓ ઉત્પન્ન થતી ગઈ તે તે ભાવનાઓ પ્રમાણે તેએ કામાના આરંભ કરતા ગયા. જેના નામનિર્દેશ નીચે મુજબ છે. તે વાંચવાથી તે પુરુષની આત્મશક્તિ તથા ભાવનાઓના યથાર્થ ખ્યાલ આવશે.
પેાતાની આર્થિક સ્થિતિ સાધારણ હતી.
૧ મ્હેસાણામાં પુરૂષ માટે ઉપાશ્રય બંધાવવામાં પ્રથમ પરિશ્રમ લીધેા.
૨ ગામેગામ પશ્રિમ વેઠી પાટલાં ઉપાડી પ્રવાસ કરી જિનપ્રતિમાને લીંચવાળા હઠીસંગભાઇની સહાય સાથે ચક્ષુ ટીકા ચ્હાડવાનું કામ કર્યું.
૩ આયંબિલ વર્ધમાન તપનું પ્રથમ ખાતું પાલીતાણામાં ખાલ્યું. ખાદ તેનાં અનુકરણ મુંબઇ, અમદાવાદ, ભાવનગર વગેરે ગામામાં થયાં. ૫. ભક્તિવિજયજી ( સમીવાળા ) મહારાજ પણ આ ખામતમાં ખાસ પ્રયત્ન કરે છે.
૪ છપ્પનિયા દુષ્કાળ વખતે મ્હેસાણામાં દુષ્ટાળિયાઓની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com