________________
છે. લોક લાગણી–
બીજે દિવસે મહેસાણાને સમસ્ત જૈન સંઘ, તથા જેનેતર બંધુઓ વિગેરે મેટી સંખ્યામાં લેકે તેમની સમશાન યાત્રામાં સામેલ થયા. સોના મુખ પર શોકની છાયા હતી. સૌને તે વખતે તેમની મહત્તા સમજાઈ હતી અને તેમની ખોટ સાલતી હતી.
તે દિવસે તેમના કુટુંબિયા તરફથી ગરીબેને ઘઉં તથા ચણા વહેંચવામાં આવ્યા હતા અને કુતરાઓને સુખડી, પશુએને ઘાસ અને પારેવાને ચણ નાંખવામાં આવી હતી. મહેસાશાના સંઘ તરફથી વ્યાપાર રોજગાર બંધ રખાવી શોકદર્શક પાખી પાળવામાં આવી હતી.
રાત્રે ઉપાશ્રયના મકાનમાં સદ્ગતને શોક પ્રદર્શિત કરવા સ્ત્રી-પુરુષની મોટી સભા મળી હતી. તે વખતે પટવા કેશવલાલ લલુભાઈ તથા માસ્તર દુર્લભદાસ કાળીદાસે તેમના જીવનના જુદા જુદા પ્રસંગ પર વિગતવાર વિવેચન કરી તેમનું વ્યક્તિત્વ બરાબર સમજાવ્યું હતું.
અને તેજ વખતે માસ્તર દુર્લભદાસ કાળીદાસે તેમની ચાદગીરી કાયમ રાખવા એક સ્મૃતિ ચિહ્ન તરીકે સ્મારક ખેલવાની દરખાસ્ત રજુ કરી હતી. જેને સભા તરફથી ટેકે મળતાં નીચે પ્રમાણે રકમો તેજ વખતે ભરાયેલી જાહેર કરવામાં આવી હતી.
રૂા. ર૦૧) શા. જયંતીલાલ કેસરીચંદ રૂ. ૧૦૧) પરી ઉત્તમલાલ ત્રિકમલાલ. રૂા. ૧૦૧) શા કસ્તુરચંદ વીરચંદ. રૂા. ર૫) શાહ કેસરીચંદ મણિલાલ ની કું, ૩. ૪૨૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com