________________
૭૫
વૃદ્ધ ઉમ્મર છતાં વૈયાવૃત્ય વિગેરેથી તેઓની ચરણસેવા પણ એટલે સુધી કરે કે તેઓને શારીરિક શ્રમ ઓછો થઈ જાય.
આ સિવાય પણ, કોઈ માનમહારાજ કે સાધ્વીજીને શરીરે ગાદિક કારણે અસાતા વતી હોય છે, તેને માટે એષધેપપચારનાં સાધને વિગેરેથી તેની પરિચર્યા કરવામાં જરાયે કચાશ ન રાખે, અને બહારગામ પણ બની શકે ત્યાં સુધી સારવારની જના કરે.
દરરોજ બન્ને વખત વહોરવા માટે લાભ દેવા માટે મુનિ મહારાજને વિનંતિ કરવા ઘણી વખત જાતે જાય, ને આગ્રહ કરી તેડી લાવે, અને ઉલ્લાસથી હેરાવે. પણ જે પાત્ર પિતાના હાથમાં આવી ગયું તે પછી બાકી જ ન રાખે ! સુપાત્રદાનની અનુમોદના કરતા જાય અને રાજી રાજી થતા જાય.
વિદ્વાન હોય કે સામાન્ય શક્તિવાળા મુનિ મહારાજ હેય પરંતુ જે તેને જોગ હોય તે વ્યાખ્યાન વંચાવે, પોતે સાંભળે અને બીજાને સાંભળવા પ્રેરે. આ રીતે ગુરુમુખથી જિનવાણી સાંભળવાનો આગ્રહ રાખતા હતા.
જેમ તેઓને જ્ઞાનપર પ્રીતિ હતી, અને તેની નિશાની તરીકે જાતે ભણતા હતા અને બીજાને ભણવા ગણવામાં મદદગાર થવાય તેવા પ્રકાર જતા હતા, તેમ જ તેમને ચારિત્રધર્મ ઉપર પ્રીતિ હતી, એ તે જગજાહેર છે. પોતાને ચારિત્ર લેવાની ઘણી વાર તીવ્ર ઈચ્છા થઈ આવતી હતી, પરંતુ ઘણું ઘણું મુનિમહારાજાઓના રોકાણથી જ રહ્યા હતા. એક તે વૃદ્ધ ઉમ્મર, અને વળી શાસન સેવાનાં જે ભગીરથ કાર્યો તેમણે ઉપાડયાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com