________________
વિવિધ પ્રકારે દ્રવ્યપૂજા કરી લઈ ભાવપૂજામાં જ્યારે તલ્લીન થતા હતા ત્યારે ઉચ્ચ સ્વરે જે ઉલ્લાસથી પ્રભુગુણસ્મારક સ્તવને બોલતા હતા, તે ઉલ્લાસ ખરેખર અનુકરણીય થઈ પડતું હતે. અને તે ઉલ્લાસ એટલી બધી હદ ઓળંગતે હતું કે
જ્યારે પગે ઘુઘરા બાંધી તેઓ નાચ શરૂ કરી ભક્તિમાં લીન થતા હતા, ત્યારે આજુબાજુના માણસોમાં પણ ભક્તિને રસ જાગ્રત કરી દેતા હતા, અને ક્ષણવાર સાંસારિક વાસના ભૂલાવી દઈ ભક્તિરસ શી ચીજ છે? તેને રસાસ્વાદ ચખાડતા હતા. આમ પ્રભુપૂજામાં કેટલી વખત જાય તેની ગણત્રી જ ન રહે. જમવાનું જમવાને ઠેકાણે રહે ને વેણચંદભાઈ તે ભક્તિરસમાં ડબડૂબા ફૂખ્યા હેય. આથી કુટુંબકબીલાવાળા ભાઈઓને પણ અડચણ તે પડવા માંડી, પરંતુ વેણચંદભાઈને માટે તે બધી જાતની છૂટ જ હોય. તે પણ પિતે “કેઈને પોતાને નિમિત્ત હરકત ન થવી જોઈએ એવું વિચારીને જમવાની ગોઠવણ જુદી કરી લીધી.
આ પ્રવૃત્તિશીલ પુરુષ હાથે રસોઈ કરે તે પાલવે નહીં અને કેઈ નેકરિયાત રસેઈઓ રાખે, એથી સંતોષ થાય કે કેમ એ શંકા. પરંતુ આપણે પહેલા જ લખી ગયા કે વેણચંદભાઈના જીવનમાં કુદ્રતને પણ કંઈક હાથ છે. એ પ્રમાણે તેમને મહેસાણામાંથી જ એક ધર્મબહેન મળી ગયા. જેનું નામ પાવલ [પાવલ વણારસી ] બહેન હતું. આ બાઈએ પોતાની વૃદ્ધાવસ્થા છતાં વેણચંદભાઈની ભક્તિમાં કશી ખામી આવવા દીધી નથી. ગમે તેવાં કષ્ટ વેઠીને, વેણચંદભાઈની જમવા કરવાના વખતની અનિયમિતતાથી થતી મુશ્કેલીઓ ગળી જઈને પણ બરાબર બધી જાતની અનુકૂળતા પૂર્વક બધી સેવા બજાવી છે. અને તે કઈ પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com