________________
૧૧
નિરાજ શ્રી હંસવિજયજી મહારાજના ઉપદેશથી સ્થપાયેલી સંસ્થા છે. અહીં જણાવેલાં બધાં કામમાંનાં ઘણું ખરાં ખાતાંઓ આ શ્રેયસ્કર મંડળના ઉદ્દેશને અનુસરીને તેને અંગ તરીકે ચાલે છે, અને ઘણું ખરાં મહેસાણા પાઠશાળાના વહિવટ સાથે સંબંધ ધરાવે છે. એટલે આ તમામ ખાતાઓને લગતા તમામ વહીવટ બે જાતના ચેપડાઓથી ચાલે છે. એક શ્રેયસ્કર મંડળનો વહીવટ અને બીજો પાઠશાળાને વહીવટ. જૈન કેળવણી ખાતે શ્રેયસ્કર મંડળનું પેટા ખાતે છે છતાં તે વધારે મુખ્ય અને પ્રસિદ્ધ છે, તેમજ, તેના વહીવટને વિસ્તાર વધારે હોવાથી પ્રથમ આ ખાતાને રીપોર્ટ જુદે જ બહાર પાડવામાં આવેલ છે. એટલે મુખ્ય ચોપડા બે જાતના છતાં રીપોર્ટ ત્રણ જાતના બહાર પડેલા છે. ૧ પાઠશાળાને, ૨ શ્રેયસ્કર મંડળને અને ૩ જૈન કેળવણી ખાતાને. , “શ્રેયસ્કર મંડળ” નામ રાખતી વખતે વેણીચંદભાઈએ વાંધો લીધો હતે. તે ઉપરથી તેમના હૃદયમાં રહેલી નમ્રતાનું માપ કાઢી શકાય છે. શ્રેયસ્કર એટલે શ્રેયા કરનાર એ અર્થ થાય છે, પરંતુ “શ્રેયા કરવાનું આપણું ગજું શું? અને ગજા વિના એવું નામ રાખીએ, તે ગર્વ કર્યો ગણાય, માટે નામ તે “શ્રેયઃ ઈચ્છક” એવા ભાવાર્થનું રખાય તે ઠીક અને બની શકે તેટલું શ્રેય કરી બતાવવું, પરંતુ તેનું નામ રાખી ગર્વને સ્થાન ન આપવું જોઈએ.” છતાં બીજા ગૃહસ્થની ઇચ્છાથી નામ તે શ્રેયસ્કર મંડળ” જ કાયમ રહ્યું, પરંતુ વેણચંદભાઈની નમ્રતા અને નિરભિમાનવૃત્તિને ખ્યાલ આપવાને આ દાખલો બસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com