________________
૧૧
હોય છે, તેવું જ માત્ર સામાણ્ય ધરાવતી વ્યક્તિઓ જુદા સંજે ગોમાં વિશિષ્ટ વ્યક્તિઓ ગણાય છે. એટલે કે જે સમયે જે જાતની પરિસ્થિતિ પસાર થતી હોય તે સમયે તે પારરિસ્થતિમાં કે પણ જાતની વિશિષ્ટતાને લીધે તરી આવતી વ્યક્તિઓ તે સમયે વિશિષ્ટ વ્યક્તિઓ છે. કારણ કે જે વખતે જે હેય તેનાથી જ વ્યવહાર ચલાવવો પડે છે, અને ઉપયોગ પણ તેને જ થઈ શકે છે. માટે તે પણ વિશિષ્ટ વ્યક્તિઓ જ છે, પછી ભલેને પૂર્વની સામાન્ય વ્યક્તિઓ કરતાં પણ કાં ઓછું સામર્થ્ય ન હોય? માત્ર તેઓની સાથે વ્યક્તિગત સરખામણી કરતી વખતે બન્નેને યથાયોગ્ય સ્થાન આપવું જોઈએ.
આ રીતે ધર્મના આરાધકે, અને તીર્થના ઉપગ્રાહકોમાં શ્રીયુત વેણચંદભાઈનું યત્કિંચિત સ્થાન છે, એમ તે સર્વકઈ કબૂલ કરી ચૂક્યા છે. પરંતુ તે સ્થાન બરાબર ચેકકસ કેટલું છે? એ વિચારવાને ખરેખર અહીં પ્રસંગ છે, એટલે તે બાબત વિચાર કરવો જ જોઈએ, અને તે અતિ આવશ્યક છે.
વેણચંદભાઈનું જીવનચરિત્ર લખવાને પણ આ એકજ ઉદ્દેશ છે. અન્યથા, વ્યર્થ પ્રયત્ન કરવાથી શું? કારણ કે
જગતમાં જેમ અનેક પ્રાણીઓ પ્રતિક્ષણે જન્મે છે, તેમાં અનેક માનો પણ પ્રતિક્ષણે જન્મે છે. તેઓ બિચારા પિતાની પૂર્વે પ્રાપ્ત કરેલી સામગ્રી પ્રમાણે આ સંસાર રૂપી નાટકશાળામાં અનેક પ્રકારના વેષે ભજવે છે અને છેવટે અદશ્ય થાય છે. તે દરેકના દરેકે દરેક બનાની નેંધ કે લેવા બેસે છે? અને કેટલાકની લઇ પણ શકાય? અને તેથી ફાયદો યે શે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com