________________
તાવરણની ચાલુ અસર તે જાણે વેણચંદભાઈમાં મૂળથીજ-પાયારૂપે–ભૂમિકા રૂપે હતી જ. તે ઉપરાંત નવા વાતાવરણની અસરમાંથી પૂરેપૂરા બચવું તેમને માટે પણ મુશ્કેલ હતું. એટલે વેણચંદભાઈની કાર્યપ્રણાલી આ બંને વાતાવરણથી મિશ્રિત મનેદશામાંથી જન્મેલી કહી શકાય. કેળવણીના વાતાવરણે શરૂઆતમાં તે વખતના ધર્મપ્રિય સમાજના હદયમાં પણ ધાર્મિક શિક્ષણ આપવું અને પિતપોતાના ધર્મનાં શાસ્ત્રો ભણાવવા” એટલી અસર તે કરી દીધી હતી. તેથી કરીને શ્રીમદ્ આચાર્યશ્રી આત્મારામજી મહારાજ તથા શા. અનુપચંદ મલુકચંદ વગેરે તે વખતના પુરૂષોએ શાસ્ત્રીય અભ્યાસ ઉપર સંગીન ભાર મૂકેલે છે અને પ્રજાને ગમે તેટલે ખર્ચે શાસ્ત્રો ભણાવવાની સચોટ ભળામણે કરેલી છે, જેને પરિણામે મહેસાણા પાઠશાળા, બનારસ પાઠશાળા અને અનેક જૈનશાળાઓ વિગેરેની શરૂઆત થઈ ચૂકી.
છતાં, કેળવણુના એ વાતાવરણને પ્રવાહ એટલેથી ન અટક્તાં આગળ જતાં આપણામાં બેકિંગ, કુલ, હેલ, અને છેવટે પિતાની દેખરેખ નીચે શિક્ષણ આપનારી સંસ્થાઓ રૂપે પરિણામ પામતે ગયે. ધંધારોજગારનું, રહેણુકરણનું તથા વિચારવાતાવરણનું ધોરણ બદલાતાં અનેક વિદ્યાથીઓ પણ તેમાં અભ્યાસ કરવાને મળવા લાગ્યા, જે પ્રવાહ આજે પણ હજુ ચાલુ જ છે. ૪. કાર્યકર્તા તરિકે–
આવા અનેક તરેહના આદેલથી ભરચક વાતાવરણમાં પિતાની શક્તિ અને સાધને લઈ વેણીચંદભાઈ કાર્યકર્તા તરિકે બહાર પડે છે. તેમના ઉત્સાહનું પુર ચારે તરફ ફરી વળે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com