________________
પ્રકરણ ૨ જુ. સત્યવૃત્તિમય જીવન.
૧. પરિસ્થિતિ–
વેણીચંદભાઈનું જીવન જ્યારે સત્યવૃત્તિઓ તરફ દોરાય છે, ત્યારે દેશ અને કાળની તથા જનસમાજના વિચાર વાતાવરણની, અંદરની અને બહારની શી શી પરિસ્થિતિ હતી ? આજુબાજુના કેવા સંજોગે વચ્ચે તેમના કાર્યોની શરૂઆત થઈ હતી? તેમના હૃદયમાં અને મન ઉપર કેવા કેવા સંજોગની કેવી કેવી અસર હતી? એ વગેરે તાત્કાલીન પરિસ્થિતિને વિચાર કરવાથી તેમના કાર્યોના પ્રધાન હતુઓ અને ઉદ્દેશે બરાબર સમજી શકાશે. તેથી આ સ્થળે તેને વિચાર કરે અસ્થાને નહીં ગણાય. ૨. બાહ્ય પરિસ્થિતિ–
અણહિલપુર પાટણના સર્વોપરિ અભ્યદય પછી અને ખાસ કરીને પરમહંત મહારાજા કુમારપાળ પછીથી પણ ગમે તેવી ઉથલપાથલ થવા છતાં પાટણની આજુબાજુના પ્રદેશની વસ્તિ અનેક પ્રકારે સુખી, સમૃદ્ધ અને વ્યવસ્થિત તંત્રવાળી રહી શકી છે. દરેક કામો અને નાતે જુઓ; કાઈપણ ગામ, શહેર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com