________________
ૐ અર્જ
ભૂમિકા.
૧. ચરિત્ર લખવાને હેતુ–
જગવન્ત પરમાત્મા મહાવીર દેવે સામાયિકધર્મસ્વરૂપ સનાતન સત્ય એ જૈન ધર્મ રૂપી સદા જગપ્રકાશક રત્નપ્રદીપ પ્રગટ કર્યો. તેની રક્ષા, પ્રચાર અને આંતર તથા બાહ્ય વ્યવસ્થાને માટે પ્રવચનાદિક સકળ સામગ્રી સહિત અપ્રતિહત શાસન તંત્ર રૂપ મહાતીર્થ સંસ્થા પણ સ્વહસ્તે જ સ્થાપી. તે એવી રીતે કે સત્પાત્ર (ભવ્ય) જીવાત્માઓને એ રત્નપ્રદીપને પ્રકાશ સુલભ અને સુગ્રાહ્ય થઈ શકે. માટે જ–તીર્થ સ્થાપનાર હોવાથી જ એ દેવાધિદેવ પરમ પુરુષ તીર્થંકર કહેવાય છે.
એ રત્નપ્રદીપ અને તત્રક્ષક તીર્થ એ બન્ને પરમ મિલ્કત આપણને ઘણે અંશે વારસામાં મળેલી છે. તેમાંથી આપણે લાભ ઉઠાવીએ છીએ. માટે એ વારસે આપણું જીવનમાં બરાબર જળવાઈ રહે અને તેને આપણે જરા પણ ઓછો ન થવા દેતાં, જેમ બની શકે તેમ છે ને તે આપણી પછીની ભાવિ પ્રજાને આપી શકીએ તેવી આપણે તૈયારી હોવી જ જોઈએ.આજના પ્રત્યેક જૈન બાળકનું એ ખાસ કર્તવ્ય છે, એ બરાબર દરેકે યાદ રાખવાનું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com