________________
કાછની મુલાકાત. [૨૧] ડીવાર અકબર ન રહ્યો. તેણે કાજી પ્રત્યે તીક્ષણ દ્રષ્ટિ ફેંકી. પિતાના ઉપદેશની અસર કાજીની મુખમુદ્રાપર થઇ નથી એમ લાગવાથી અકબર પુનઃ બે: “કાજી, તમે જે જમીનની માગણી કરે છે તે તમને નહિ આપવા માટે હિન્દુ પ્રજા તરફથી મહને સેંકડો અરજીઓ મળી છે. તે ઉપરથી
આ જમીન આપવાનું પરિણામ મારા બેઉ અંગે વચ્ચે ક્લેશ વધારનારૂં મને જણાય છે, જેથી હું તમને તે જગ્યા આપી શકતો નથી. ”
“ઠીક, પરંતુ તે જમીનની નજદીકમાં બીજા કેટલાક ઈસ્લામીઓ રહે છે તેઓ પિતાની જમીન હુને વેચાતી આપવા– ”
“તેમને પિતાની જમીન વેચવી હશે તે શાનશાહ તે ખરીદવાને શક્તિવાન છે.” અકબર વચ્ચેજ બેલી ઉઠઃ “તે સ્થળની નજીકમાં તમને એક તસુ જેટલી પણ જમીન મળે નહિ એવી હારી ઇચ્છા છે.”
એટલું બોલીને બાદશાહ મન રહ્યો. બીરબલે એક દીર્ધ નિ:શ્વાસ મૂકો. તે કાજી પ્રત્યે સાશંક દષ્ટિ ફેંકવા લાગ્યા, પરંતુ કાજીની મુખમુદ્દા પર ક્રોધ, આશ્ચર્ય કિવા નિરાશાની છાયા સરખી પણ તે જોઈ શકશે નહિ.
અલ્પ સમય પછી કંઈ યાદ આવ્યું હોય તેમ કાજી બોલ્યા: “પિતાના રાજ્યમાં ઈચ્છાનુસાર અધિકાર ચલાવવાને જહાંપનાહને હક્ક છે, પરંતુ મટ્યલેકના રાજ્ય પર પિતાને
અધિકાર ચલાવનાર આપને તેમજ સર્વ નૃપતિઓને અલાના સિંહાસન પાસે પિતાના શિર–
સબુર !” અકબર ધુરકી ઉઠ્યો: “તમે અહીં ઉપદેશ સંભળાવવા માટે આવ્યા નથી. તમને જે ખુલાસે જેતે હતે તે મળી ગયેલ છે. જાઓ!”
“અલ્લા જહાંપનાહનું રક્ષણ કરે.” એટલા અસ્પષ્ટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com