________________
પરિશિષ્ટ ૯ પ્રજામિત્ર અને પારસી તા. ૧૫-૩-૧૭ ચારૂપ (પાટણ)જઈન કેસને મી. કોટાવાલાને ચુકાદો. હિદના જઇન સાધુઓએ તે સંબધમાં જાહેર કરેલ
અભીપ્રાય.
પ્રજામીત્ર અને પારસી” ના અધીપતી જેગ.
સાહેબ,–ગુજરાતમાં પાટણ નજીક ચારૂપ ગામમાં જઇન દેરાસર છના સબંધમાં જે કેસ ચાલતો હતો, તે કેસમાં મહેસાણાની કોરટે જઈ નોની તરફેણમાં ચુકાદો આપયો હતો. આ ચુકાદો અપાયા બાદ આ કેસ ના સબંધમાં મી. કોટાવાલાએ જે ચુકાદો આપ્યો છે, તે ચુકાદો રજીસ્ટ ૨ થતું અટકાવવો કે કેમ તે બાબત જાણીતા જઈને ધરમગુરૂઓના અભી પ્રા મને મલ્યા છે. આ અભીપ્રાયોમાંથી હું ફક્ત બે અભીપ્રા હાલ જાહેર પ્રજાના અને ખાસ કરીને પાટણની જઈને પ્રજાની જાણ માટે પ્રગટ કરવાને હું અરજ કરીશ. આ અભીપ્રાયો નીચે મુજબ છેઃ
શ્રી મુ. છોટાઉદેપુરથી મુનીમહારાજશ્રી હંસવીજયજી તા, પન્યાસ સંપત વીજયાદી મુનીઓને ધર્મલાભ વાંચવો મુંબઈ બંદર
સુજ્ઞ શ્રાવક શ્રીયુત લહેરચંદ ચુનીલાલ તા. મણીલાલ હીરાલાલ તા. અમીચંદ ખેમચંદ તા. હીરાલાલ લલુભાઈ તા. મણીલાલ રતનચંદને માલુમ થાય કે આપે મોકલેલી અરજી તથા લવાદનામાની અને તેના ચુકાદાની ન બીડી તે પહોંચી છે. તે બાબત લખવાનું કે લવાદને ચુકાદો દીલગીરીદાયક અને અરૂચીકર છે વાસ્તે કોર્ટમાં રજીસ્ટરડ થવા દેવા યોગ્ય નથી. ધર્મસાધન વિશેષ કરવું.
ફાગણ વદ ૩.
સુરત, તા. ૧૦–૩–૧૭. મુ. શ્રી સુરતથી લી. મુના લબધી વીજયજી તથા કુલ મુની વર્ગ તરફથી શ્રી મુંબઈ મધે શા. અમીચંદ ખેમચંદજી વીગેરે સંઘસમુદાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com