________________
-
હહહહ૪૯૯૯૯૯૯૯૯૯૯ જીરુ
માન પત્ર.
»
શ્રીમાન
શેઠ પુનમચંદ કરમચંદજી કટાવાળા
નિવાસસ્થળ, પાટણ.
સમસ્ત ગુજરાતમાં ઘાષણ કરનારી રાજસભાઓમાં, સમસ્ત ભારતવર્ષમાં વિજયધ્વજ ફરકાવનારી ધર્મસભાઓમાં અને સૃષ્ટિસમસ્તના દેશોમાં વ્યાપારની યશદુંદુભી વગાડનાર મહાજનની મહાસભાઓમાં જે સ્થળે આપણા પૂર્વજોએ રાજ્યમાન્ય અને લોકમાન્ય પુરૂષ તરીકે ભાગ લીધે છે તેજ સ્થળે ગુજરાતના પ્રાચિન પાટનગર પાટણમાં તે પૂર્વ જેના પગલે ચાલનાર તેમનાં સંતાને અમે પાટણના સર્વ શહેરીઓ આપશ્રીના સદૂગુણ, સંસ્કૃત અને સમાજસેવા તરફ અમારી હાર્દિક સહાનુભૂતિ અને સન્માન પ્રકટ કરી પ્રફુલ્લ થઈએ છીએ,
સ્થળમહિમા હજુ લુપ્ત થયું નથી, મુસદ્દી પૂર્વજોએ અણહિલની યાદગીરી અર્થે વસાવેલા આ પ્રસિદ્ધ નગરમાં હજુએ રાજસભામાં વિરાજનારા અને રાજકુલતિલક ગુજ રેશ્વરને પ્રતાપિ પગલાં જેમને ત્યાં થાય છે એવા પુરૂષે આજ પણ વસે છે એમ પાટણના શહેરીઓ ઐતિહાસિક વાતો કરતાં કોઈને અભિમાનથી કહે તો આપનું નામ પ્રસ્તાવનામાં જ કહેવું પડે તેમ છે; કારણ કે - કડીપ્રાંત મહાજનસભાના પ્રમુખ તરીકે જેમાં પ્રથમ આપ જ સ્વીકારાયા હતા તેમ વડોદરા રાજ્યની ધારાસભામાં પણ કડી પ્રાંત તરફથી પ્રથમ આપજ વિરાજ્યા હતા અને શ્રીમંત સયાજીરાવ મહારાજા સાહેબના પદસ્પ
થી પવિત્ર થયેલી રજ આપના બંગલાની આસપાસ સ્મરણિય રીતે પથરાઈ છે. વર્તમાનમાં આપના માટે આ અમારી મગરૂરી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com