________________
-
૨૮૧
છે એ જે દેવ અમારા દહેરામાં હેય છે તે અમારા દેવ છે. ચારૂપમાં ગયા ભાદરવા સુ. ૧૩ ના રોજ હું ગયો હતો તે મારી ઉગરાણી ત્યાં છે માટે અને પુનમ આવતી હતી, માટે દરશન કરવા. આરોપી ૧ ને ઓળખું એ મારા ગયા પછી બીજે દીવસે ત્યાં રેલગાડીમાં આવેલો પછી એ આપી ૧ પુનમને દહાડે પાછો આવ્યો તે રેલગાડીમાં. આરોપી 1 સાથે મારી વાતચિત ચૈદસના રાત્રે થઈ હતી તે એવી કે મેં કહ્યું કે મોટા પબાસન ઉપર ગણપતિની જોડે ત્યાં કને કીડીઓ નીકળે છે અને પાણી ભરાઈ રહે છે તેથી આ દુરસ્ત કરાવવાની જરૂર છે ત્યારે વાડીલાલ કહે કે કારીગર અહીંયાં છે, તે કરાવી લેજે. પાણી ભરાયાથી કીડીઓનું મરણ થાય. અમારા ધર્મ પ્રમાણે કીડીઓ મરે તે અમારી લાગણી દુખાય અને દોષ લાગે. હું તેરસના દહાડે ચારૂપ આવેલ ત્યારથી તે પુનમ સુધી આરોપીઓને નં ૨ થી ૪ ને ત્યાં જયલા નહિ હું નાતે ગયો હતો ત્યાં મારી ઉઘરાણી હતી અને બંધાવેલી ભેંસ હતી અને નાયતેથી તેજ દીવસે સાંજરે છ વાગે ચારૂપ પાછો ગયો હતો નાતેથી ચારૂપ ર-ર ગાઉ છે. આરોપી ૫ ને ઓળખું એ ચારૂપમાં મજુરો ઉપર રેખદેખ રાખે છે. રાત્રે વાત આરોપી વાડીલાલ સાથે થઈ તે પછી બીજે દીવસે જે વખતે વાડીલાલ રેલપર જવા નીકલ્યા તે વખતે મેં કહ્યું કે મોયેલીકોર પબાસન દુરસ્ત કરાવી લઉ છું ત્યારે વાડીલાલ બેલ્યો કે આ કારીગર છે તે દુરસ્ત કરાવ. કારીગર હીંદુ હતો. એક કુંભાર હતો પછી વાડીલાલ ગયા કેડે અર્ધપાઉ| કલાકે મેં એને બેલા અને અંદર લઈ જઈ બતાવ્યું અને આ બંધુ ઉખેડીને સમું કરાવી આરસના પત્થર ચેઢી દો અને પછી જે પ્રતિમા ઉઠાવે તે જ્યાંને ત્યાં મુકી દો.
(ઉલટ તપાસમાં) સવાલ-પાટીઉં બેસતું આવત તો પછી મુરતીઓ કેવીરીતે બેસાડવાની હતી ?
* જવાબ-જે પ્રમાણે હતી તે પ્રમાણે. અને આજે પણ તેવીને તેવી મુરતીએ બેસાડવા તમે તૈયાર છે એના જવાબમાં કહે છે કે “બેસાડીયે” એટલે બેસાડવા તૈયાર છીએ.
(પાટણ કે, ન્યા. વ. ૧ની રૂબરૂ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com