________________
૨૪૮
ધર્મશાળા છે તે બધી ઇમારત જૈન કોએ બંધાવેલી છે પુજારીઓ પણ તે લોકો રાખતા તથા તેમના પગાર પણ તેઓ જ આપતા હતા તે ઉપરથી તેમજ આ મંદીરમાં મુખ્ય મુર્તી કાળા પારસનાથની છે તે ઉપરથી સદરહુ મંદીર જનોનું છે એમ કહેવા હરકત જણાતી નથી. તેની સાથે એ મંદીરમાં બીજા દેરાસરની માફક કેટલીક બીજી મુર્તીઓ જેમ કે, ગણપતી, પાર્વતી તથા મહાદેવની છે. સદરહુ મુર્તિઓની પુજા જૈન તરફથી જે પુજારી હતા. તેના તરફથી થતી હતી. ચારૂપ ગામમાં જનની વસ્તી નથી, પરતું દર પુનમેં પાટણ તથા બીજા નજીકના ગામોમાંથી જનો દર્શન કરવા આવે છે અને વરસમાં એક વખત કાર્તક જૈન સંઘ ત્યાં આવે છે. ગામમાં મુખ્ય વસ્તી રજપુતની છે તેઓ તથા અન્ય કોમો જેમ કે ઠાકરડા, બારેટ વિગેરે પણ મંદિરમાં દર્શન કરવા આવે છે. અને મુખ્ય દેવની માનતા વિગેરે કરે છે, મહાદેવ, ગણપતી અને પાર્વતી આ જે કે મુખ્ય હિંદુઓના દેવ છે તે પણ જૈને પણ તેમને પૂજ્ય માને છે, અલબત હિંદુઓ જેટલા ભાવથી તેમને માનતા હોય તેટલા ભાવથી તેઓ તેમને માનતા ન હોય એ સ્વાભાવિક છે. સદરહુ ગણપતી, પાર્વતી અને મહાદેવને હિંદુ લોકો પવિત્ર માને છે એ સંબંધી કાંઈ શંકા લેવા કારણ નથી. તે મુર્તીઓ તકરારી મંદીરમાં હતી અને તા. ૨૩-૪-૧૫ ના રોજ ઉખેડવામાં આવી હતી એ વાત પુરાવાથી સાબીત થાય છે.
વિવાદીઓની દલીલ. ૬. વિવાદીઓ તરફથી સદરહુ મુર્તીઓ ઉખેડવામાં આવી છે એ બાબત તકરાર નથી તેમના કહેવા પ્રમાણે દેવને નહવડાવવામાં આવતા હતા તેનું પાણી સદરહુ મુર્તીઓની જગ્યા મુખ્ય દેવના સિંહાસનથી નીચી છેવાથી એકઠું થતું હતું અને તેથી કીડીઓ ભેગી થતી હતી. તેજ જગ્યએ આરસનું પાટીયું બેસાડવાના ઇરાદાથી મુર્તીઓ ઉખેડેલી હતી અને તે કામ મંદીરની દેખરેખ રાખનાર ચંદુલાલ હાલચંદ નામના સખસે તેની સલાહથી કરાવી લીધું એ પ્રમાણે નંબર ૧ ના વિવાદીનું કહેવું છે (ની. ૭૮)નંબર ૨-૩-૪ ના વિવાદીઓ સદરહુ કૃત્ય બાબત પિતાની અજાણતા બતાવી ગુન્હાની તારીખે ચારૂ૫ ગયા નહતા એવું જાહેર કરે છે. નંબર ૫ ને આરોપી મંદીરના બહારના દરવાજાનું બાંધકામ ચાલતું હતું તેથી મજુરો ઉપર દેખરેખ રાખતા હતા. મુતઓ ઉખેડવામાં તેણે કાંઈ ભાગ લીધે નહેતા ઇત્યાદી જણાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com