________________
૧૮૭ હતી, પરંતુ આખરે બંને પક્ષવાળાઓને કંઈક સારી પ્રેરણા થવાથી શેઠ પુનમચંદજી કરમચંદજી કોટાવાળાને પચાતનામું લખી આપવામાં આવેલ તે આધારે તેમણે ઠરાવ કરી ઘણીજ કુનેહથી આ તકરારને અંત આખેલ છે
- તેઓ સાહેબ જન છતાં પણ સામા પક્ષવાળાઓને તેમનામાં સંપુર્ણ વિશ્વાસ હોવાથી તેઓ તેમને પંચ તરીકે નિકાલ લાવવાનું સપવા માટે લલચાયા હતા અને આખરે આપણા જેન ભાઈઓને જે ઉત્કટ ઈચ્છા મહાદેવને આપણા દેરાસરમાંથી બહાર કાઢવાની હતી તે પાર પડી છે.
ગઈ તા ૪-૩-૧૭ ને જૈન પત્રના અંકમાં શેઠ સાહેબે કરેલ એઈ કે પ્રસિદ્ધ થયેલ છે. તે વાંચક વર્ગે ધ્યાન દઈને વાંચી જે હશે અને જે વાંચ્યો ન હોય તે ફરીથી વાંચી જોવાની અને આપણી કોઈ રીતે વિરૂદ્ધ જાય તેવી હકીકત છે કે કેમ અગર કંઈ શાસ્ત્ર વિરૂદ્ધ લખાયું છે કે કેમ તેની ખાત્રી કરવા ભલામણ કરીએ છીએ. અમને લાગે છે કે એ એવોડ-ચુકાદો ઘણે કુનેહથી સંતોષકારક અને બંને પક્ષોને ન્યાય મળે તેવી રીતે કરેલ અને તેમાં કોઈપણ જાતની વિરૂદ્ધતા કરવી એ અમને તે યોગ્ય અને અપ્રમાણિક લાગે છે, એવું કંઈ નથી કે જે જૈન ધર્મથી કે જૈન શાસ્ત્રથી વિરૂધ્ધ હેય, અમે તે જે નિષ્પક્ષપાત અને ન્યાય શેઠ સાહેબે વાપર્યો છે તેને માટે તેમને ધન્યવાદ આપીએ છીએ.
સમાધાનીથી સાંસારિક ઝગડા પતાવવા એ જેટલું ઇષ્ટ છે તેના કરતાં ધાર્મિક ઝગડા આપસમાં સુલેહ સંપથી યા તો આગેવાનોના લવાદમાં પતાવી સમાવવા અને તેથી અરસ્પરસ એખલાસ વધારવો એ અસંખ્ય ગણો ઇષ્ટ અને લાભકારક છે. જો તેમ ન થાય તે ધર્મનું એક પ્રાધાન્ય સૂત્ર “મૈત્રી ભાવના ” પર છરી મુંકાઈ પ્રભુની આજ્ઞાના ભંગને આપ આપણે શિરે આવે છે. કોઈપણ ધર્મ એમ કહેતા નથી કે કલેશ કરે. સર્વ ધર્મ કહે છે કે કલેશમાં અવનતિ છે કલેશ પાપસ્થાનક છે તો કૃતજ્ઞ થઈ સર્વે શાંતિપ્રદા યોજનામાં દરેક જૈન બંધુઓ જોડાશે અને વીર પ્રભુએ પ્રરૂપેલ મૈત્રીભાવના સાર્વત્રિક બંધુભાવ સર્વદા પ્રસારશે. જેનો દેવ દેવીઓને માને છે કે નહિ તથા માનવા માટે શાસ્ત્રનું પ્રમાણ છે કે નહિ તે માટે દાખલા દલીલવાળા લેખ જરૂર પડશે તે મુકવા અમે તૈયાર છીએ. ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com