________________
૧૫૮
મુકે છે તે કેટલે બેટે છે અને તે આક્ષેપ તેઓના પિતાના ઉપરજ કે આવે છે તે નીચેની હકીકતથી જણાઈ આવશે
તા. ૧૩ મીના અંકમાં તે ભાઈબંધે રા, રા. કુંવરજી આણંદઇના પત્રમાંથી અધુરૂં ટાંચણ કર્યું છે, અને તેમ કરી કુંવરજીભાઈના કહેવાના આશયને બે અર્થ કર્યો છે. તેણે આ પ્રમાણે પત્ર ઉતાર્યો છે.
ચારૂપનો ફેસલો વાં; મારા તરફથી અભિપ્રાય માટે સામા પક્ષ તરફથી પત્ર આવ્યું હતું, અને તે કાંઈ ગેરવાજબી લાગતું નથી, એમ સ્પષ્ટ લખી દીધું છે. અંદર અંદરના ષથી કલેશ વધારે છે. જમાનાની વિરૂધ્ધ છે ”
દ: કુંવરજી આણંદજી, પત્રકારની ફરજ છે કે કોઈના કહેલા કે લખેલ. શબ્દો . અક્ષરસઃ છાપવા જોઈએ પણ તેમ નહીં કરતાં પોતાના વિચારને પુષ્ટિ આપનારા શબ્દો ટાંકવા અને બાકીના ઉડાવી મુકવા તે શોભા ભર્યું નથી. રા. રા. કુંવરજીભાઈએ જે પત્ર લખ્યું છે તેની નકલ નીચે પ્રમાણે છે. શઠ લેહેરૂભાઈ ચુનીલાલ વગેરે ધર્મબંધુઓ યોગ્ય.
મુંબઈ આપને છાપેલે પત્ર અને તે સાથે મોકલેલ ફેસલાની નકલ ધ્યાન પુર્વક વાંચી જોઈ. તેની અંદર અમુકની માન્યતા અમુક પ્રકારની છે. એવા રૂપનું જે કાંઈ લખ્યું છે તેથી જૈનધર્મના પ્રીન્સીપલ ( સિધ્ધાતો) ને બાધક લાગે છે; એમ મારું માનવું થતું નથી. છતાં તેની અંદરના ક્યા શબ્દ આપને વિરૂધ્ધ લાગે છે તે જણાવશો તો તે સંબંધમાં વધારે ચેકસ અભિપ્રાય આપી શકીશ આવી બાબતમાં આપણે અંદર અંદર કઈ પ્રકારનો વિરોધ ઉત્પન્ન કરે તે મને ઘટિત લાગતું નથી. આપ સહુ ભાઈયો સુજ્ઞ છો તે જે પગલું ભરો તે દીર્ધ વિચાર કરીને ભરશે એ મને ભરૂસો છે. આ તરફને મારા લાયક કામ ફરમાવશો.
સંવત ૧૯૭૩ના ફાગણ વદી ૭ વાર ગુરૂવાર
લી. ધર્મબંધુ કુંવરજી આણંદજીના બહુ માનપુર્વક પ્રણામ વાચશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com