________________
૧૩૫
પછી પુનઃ અસતિષ દર્શાવી લેકને ભ્રમમાં નાંખવાનું કારણ શું હશે ? તેમણે સમજવું જોઈએ કે આવા ઘડી ઘડી ફરતા વિચારો ઉપરથી સમાજ તેવા વિચારને સપ્રમાણ માની યહોમ કરે તેટલી ઉતાવળી હવે નથી; ફક્ત તેમણે અમને જે પ્રશ્ન પુછવાને તદ્ધિ લીધી છે તેના ખુલાસા. • તેમના અસ્થિર ચિતના સમાધાન અર્થે ટુંકમાં જ આપવાની જરૂર વિચારીએ છીએ.
તેઓ પુછે છે કે “શું જૈન સમાજને ઉદેશ શંકર, પાર્વતિ અને મહાદેવની મુર્તિઓ ઉત્થાપી તેને એક જુદું મકાન આપવાનો હતો કે તેને ફેંકી દેવાનો હતો?” પ્રશ્ન જેમ શીંગ પુંછ વગરને છે તેમ ઉતર પણ તેઓ પોતે જ આપી દે છે કે “આપણો સમાજ તેમજ પાટણનો સંઘ કદી પણ બીજા દેવોને અપમાન આપવાને સંકલ્પ પણ ન કરે” આ તેમના હિમત ભર્યા જવાબથી અમારે હવે વિચાર કરવા જેવું રહેતું નથી. કેમકે પાટણના સંઘે અપમાન કરવાને ધાર્યું હોય કે ફેકવાનો નિશ્ચય કર્યો હોય તેવો અપવિત્ર શબ્દ અમે લખ્યો નથી.
આ પ્રમાણે પ્રશ્નનું સમાધાન પોતે જ કરી લેવા પછી વળી લખે છે કે “સ્માત લોકો આપણું નજીકના સહવાસમાં રહ્યા છતાં આપણી ધર્મની લાગણીયો નહિ જ દુખાવે તેવું અત્યારથી માની લીધું કે શું ?” આ બીજા પ્રશ્નને ઉત્તર શું પહેલામાં જ સમાઈ જતું નથી! અમને આ વિચિત્ર પ્રશ્નશૈલી જોઈ હસવું છુટે છે. પરંતુ વિવેકને ખાતર કહેવું જોઈએ કે સમાધાનને અંતે શાંતિ માનવી જ જોઈએ. જે આપણી ભાવના કોઈના ધર્મની લાગણી દુખાવવાની નથી તેમ તેઓ જણાવે છે તે પછી બીજાઓને આપણી લાગણી દુખાવવાને કારણું જ સંભવતું નથી. છતાં જે એવા ખોટા ભયભર્યા વિચારોના ઘોડા દોડાવીએ તે પછી આપણે એ પણ ઠરાવ કરવો પડશે કે જ્યાં આપણું દેરાસર હોય ત્યાં કઈ પણ ધર્મના કેઈ પણ સ્થાનકો કે દેવાલયો ન જ હોવાં જોઈએ. કેમકે નહિ તો પછી કાળાંતરે કલહ ન થાય તેની ખાત્રી શું ? મતલબ કે આવી શંકા કરવી તે જ શંકાળુ હૃદયની નબળાઈ નહિં તે બીજું શું?
આગળ જતાં તેઓ પિતાના વિચારોને પુષ્ટ કરવાને પાટણના શેઠની પ્રશ્નમાળા રજુ કરી તે જણાવે છે કે “પાટણના નગરશેઠને અજ્ઞાન પાયદળ બનાવતા લાગો છો ” આ રીતે બાજી રચતાં પિતાના હાથે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com