________________
મત કેળવવાનું ભગીરથ પ્રયત્ન કરી રહ્યા છે. પંચાયતના કાયદા આ દેશની પ્રજા બરાબર સમજતી થઈ હોય એમ કહેવાનું હું સાહસ કરતા નથી, પરંતુ પંચાયતની ઉપયોગિતા અને આવશ્યક્તા દર્શાવનારાં જે કંઈ દષ્ટાંત બહાર આવે તે વિષે યથામતિ અભિપ્રાય કિંવા સ્વાનુભૂતિઓ પ્રગટ કરી જનસમાજનું લક્ષ ખેંચવું એ પ્રત્યેક ભારત હિતૈિષિ કિવા સમાજના નેતાનું કર્તવ્ય છે. ચારૂપ કેસના છેલ્લાં નિર્ણય વિષે બે શબ્દો લખવાને હું તૈયાર થયે હું તેમાં પણ મારે એજ ઉદેશ છે.
ચારૂપ કેસની મૂળ હકીકત આ પ્રમાણે છે -ગુજરાત પાટણ પાસે આવેલા ચારૂપ ગામમાં શ્રી શામળાજી પાર્શ્વનાથનું શ્રી જૈન વેતામ્બર આમ્નાયનું એક મહાન પ્રાચીન જૈન મંદિર છે. તેમાં શ્રી શામળાજી પાર્શ્વનાથ બીરાજે છે. તે દેવ પાસે શ્રી મહાદેવજી, ગણપતી વિગેરે દેવોની પ્રતિમાઓ પણ હતી-જૈનેએ મહાદેવ વગેરે દેવની મૂર્તિનું ઉત્થાપન કર્યું, તેથી સનાતન ધર્મવાળા ભાઈઓએ ઉશ્કેરાઈ જૈન દેરાસરમાં હવન કર્યો આથી જૈનોની લાગણી દુભાઈ. કેસ કોર્ટે ચઢ, અપીલ થઈ, બને પક્ષે ખર્ચના ખાડામાં ઉતરી પડયા છતાં કેમે કરતાં સમાધાન થયું નહીં, ત્યારે સનાતન ધર્મવાળા બંધુઓએ તથા જૈન ભાઈઓએ આ ટંટને નીકાલ લાવવાની શેઠ પુનમચંદ કરમચંદ કટાવાળાને સત્તા આપી. શ્રીયુત શેઠ કોટાવાળાએ બંને પક્ષોનું નિષ્પક્ષપાત રીતે સમાધાન કર્યું. તેમણે જે નિર્ણય આપ્યો છે તે બહુ ગંભીર અને ડહાપણભર્યો છે. તે
એ સનાતન ધર્મવાળા બધુઓને માટે અમુક જગ્યા તથા મંદિરનું બાંધકામ કરાવવા રૂપિયા બેહજાર દયાળુ જન કોમ પાસેથી આપવાને નિર્ણય આવે છે.
જૈનના મંદિરમાં મહાદેવ તથા ગણપતી આદિ દેવની મૂતિઓ કેવી રીતે બીરાજવા પામી એ પ્રશ્ન આ સ્થળે ઉપસ્થિત થાય છે ઇતિહાસના સ્પષ્ટ પુરાવા સિવાય એને નિર્ણય થઈ શકે તેમ નથી તેમ એ નિર્ણય સર્વવાદી સંમત થાય એવી આશા પણ રાખી શકાય તેમ નથી, માટે એ વિષય હાલ તુરત તે જ કરે એમાં સહિસલામતી છે. બાકી આ દેશનો મધ્યકાળ કે જે અનેક વિઘ અશાંતિઓથી પરિપૂર્ણ હતે તે કાળમાં જૈનેની દેખરેખની ખામીને લીધે આ વર્તમાન કલેશનું નિમિત્ત ઉભું થયેલું હોવું જોઈએ એટલે ઇસારો કરવો અપ્રાસંગિક નહીં ગણાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com