________________
૧ ચારૂપ દેરાસરને વહીવટ ૬૦ વર્ષથી જૈન છે. બધી ઈમારતે જૈન લોકોએ બંધાવેલી છે પુજારી પણ તેઓ રાખતા ને પગાર પણ તેઓ આપતા.
૨ સદરહુ મંદીર જૈનેનુ છે એ મંદીરનો કબજે તથા વહીવટ જૈનેના હાથમાં છે તે વાત ગામના લોકોને રૂચતી નથી.
૩ જૈન જેવા વહેવાર પક્ષ લોકો હિન્દુ સાથે હળીમળીને કામ લે અને તેમની લાગણી દુઃખાય એવું કાંઈ કૃત્ય કરે નહિ એજ સંભવનીય છે, ઉપલી હકીકતથી સહજ સમજી શકાય કે જૈન પિતાની માલીકીના દેરાસરને રેગ્ય રીતે વહીવટ કરે તેમાં થતી આસાતનાઓ દુર કરવાને સદા તત્પર રહે અને અન્ય કેમ સાથે સદા હળીમળીને રહે એ અનુચીત ગણી શકાય એમ નથી કલેશનું બી બાળવું ઝઘડાઓ ન કરવા અને થતા અટકાવવા સર્વ સાથે હળીમળીને રહેવું એ નીતીવાન સર્વ મનુષ્યનું કર્તવ્ય છે જૈન સિદ્ધાંત પ્રમાણે જૈન સિદ્ધાંત પ્રમાણે “નિતી ઘટૂugએ વાક્ય સદા વિચારણીય ઉચ્ચારણીય અને આચરણીય છેજ એવો કોણ હીત ભાગી હશે કે જે ઝઘડે નીવારણ થતે જોઈ રાજી ના થાય બધે નીર્મળ કરવા નીરંતર ઉદ્યમી થવું એજ સાધ્ય બીન્દુ હોવો જોઈએ પરંતુ એ પણ વિચારવું કે જેમ કારણે કરોડ રૂપીઆ ખરચવા ઉચ્ચિત છે વિનાકારણે એક કાંકીણી પણ એક મહાર બરોબર ગણવાની છે. તેમજ હકદારને સંપૂર્ણ હક આપ એ ઉચ્ચિત છે. પરંતુ બીન હકદારને દક્ષીણતામાં દબાઈ કે નબળાઇ દેખાડી પિતાનો હક તેઓને હાથે લુંટાવા દેવો અને તે સાથે તેઓની તેમજ અન્ય સુજ્ઞ જનોની હાંસીને પાત્ર થવું તે સ્વમાન (Self respect) ની કોઈ પણ કીંમત સમજવાવાળો પુરૂષ અંગીકાર કરી શકશે જ નહી તે ન્યાયાસને બેઠેલા પુરૂષની તો વાત જ શી કરવી વળી એક બીજો પ્રશ્ન વિચારવાને છે કે અનેક સ્થળના અનેક દેરાસરોમાં આવી રીતે અન્ય ધર્મની મુતિઓ મુકવામાં આવેલી નજરે પડે છે. તો તે દેરાસરની મીલ્કતની તેમજ વહીવટદારેની ભવિષ્યમાં આ ચુકાદાને પ્રીન્સીડેન્ટ ગણવામાં આવે તે કેવી કઢંગી સ્થિતિ થઈ પડે દેવ દ્રવ્યને કેટલે અનર્થ થાય? અને સંધને કેટલું ખમવું પડે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com