________________
૭૩
સુરી, વ્યા. વા. લબ્ધિવિજયજી. હા. મુની ગંભીરવિજયજી, મુની કપુરવિજયજી, મુની મણીવિજયજી, મુનીશ્રી હંસવિજયજી તથા પન્યાસ સંપતવિજયજી, મુની લબ્ધીવિજયજી વગેરે. યતિ નાનચંદજી, મુની આનંદસાગર જી, રા. ચુનીલાલ એમ. કાપડીયાના તે એવોર્ડર રજીસ્ટર થતું અટકાવવાના વિચારસુચક પત્રોની નકલે તેમજ મુંબઈમાં તે માટે મળેલ સભાને રીપોર્ટ મળ્યો છે. તેમજ સુરતથી એક મુની તરફથી આવા અભિપ્રાય લખનાર સુરતથી પં. લબ્ધીવિજયજીના પત્ર સામે વાંધો દર્શાવનાર ચર્ચા પણ મળેલ છેઅમને આશ્ચર્ય એ થાય છે કે લવાદ અને સંઘના શેઠીયાઓના ખાનગી જજમેંટ વચ્ચેનો ભેદ સમજવામાં પણ આવા જાણીતા વિદ્વાન ભુલી જતા જણાય છે. વળી જે ખબરે અન્યત્ર પ્રગટ થએલ છે તે પ્રમાણે સ્માર્ત લોકોને અલાહેદી જગા વાળી આપવા અને ત્યાં તેમણે પાયો નાખવાની ક્રિયા પણ અત્યાર એમાઉની કરી ચુક્યાનું જોવાય છે. તેવા સંજોગોમાં ભવિષ્યની સલામતી માટે જે શંકા રહેતી હોય તો તેનું સમાધાન કરવાને એકદિલીથી માર્ગ શોધવાને બદલે માંહોમાંહ “હમબમ”ની સ્પર્ધામાં આપણે મુળ હેતુને કેટલે પાછળ નાખીએ છીએ તે ભુલી જવું જોઈતું નથી.
અભિપ્રાય લખનારે કે ચર્ચા ઉપસ્થિત કરનારે કાર્યની સુંદર રૂપ રેવા દે રવાને પહેલી તકે આગળ વધવું જોઈએ છે. ખાલી ચર્ચા જમાવવામાં આપણે બહુ ગુમાવ્યું છે. અનેક સાહિત્યમાં જૈનીઝમ વિરૂદ્ધ ચર્ચાઓ સામે કેવળ આપણે માંહોમાંહે વાત કરવામાં પુરૂષાર્થ ખરચી નાખવાથી લાભ કરતાં હાની વિશેષ જેવાઈ છે. થોડા વખત અગાઉ પાટણની પ્રભુતામાં યતિ કે યમદૂત સંબંધેની ચર્ચાએ જન્મ લીધો-ઉછાળા માર્યો અને અંતે સઘળું શાંત-એ આપણ નનાયકી સ્થિતિ છે. સંઘના મહદ્દ પદને સંભાળવા અને આવા પ્રસંગે સત્તાયુક્ત વિચાર અર્પવાને આપણે હજુ સનાથ થવાને ભગીરથ પ્રયત્ન કરવાની જરૂર છે. કંઈ પણ પાયા વગર કેવળ હોહા કરી પરાયામાં આપણું કીંમત ઓછી કરવાથી અમને તો કંઇ સાર્થક જણાતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com