________________
૭૦ . દેલન કરવાનું ભૂલવું નહિ; જે તેવો પ્રયત્ન સેવવામાં નહિ આવે તો લવાદ દ્વારા થયેલ ફેંસલે રજીસ્ટર થઈ જશે અને પછી–હાથમાંના ધનુષ્યમાંથી છૂટી ગયેલા બાણની જેમ-કંઈ પણ કરી શકાશે નહિ. જે કદાચિત આપણા તરફથી ઉસી બાબતમાં કંઈ પણ પગલાં લેવામાં આવશે નહિ તો ભવિષ્યમાં શું થશે, તે અમે કંઇ કહી શકતા નથી. માટે આ બાબતમાં પ્રમાદને ત્યજી છે ગ્ય પગલાં તરતમાં લેવાની જરૂર છે.
ભૂતકાળમાંનાં દ્રષ્ટાંતે એક નહિ પણ અને આપણી દ્રષ્ટિ સન્મુખ છે કે જે દ્રષ્ટાંત એ સૂચવે છે કે પ્રમાદથી આપણે કેટકેટલું ગુમાવ્યું છે. અમે અત્રે એકજ દ્રષ્ટાંત આપીશું કે આપણા સમાજ તરફથી સવેળા રોગ્ય પગલાં ન લેવાયાથી આપણે વર્તમાનમાં શત્રુજ્ય તીર્થની બાબતમાં કેવી હાડમારી ભોગવીએ છીએ તે જાણીતું છે. અત્યારે તે આટલેજ અટકીએ છીએ.
જૈન એસોસીએશન ઓફ ઇન્ડીયાને ચેતવણું.
જૈન એસોસીએશન ઓફ ઈન્ડિઆના વાર્ષિક મેળાવડા પ્રસંગે પાટણવાલા મી. લહેરચંદ ચુનીલાલે શેઠ દેવકરણ નાનજી તથા એસસીએશનના સેક્રેટરી મી. રતનચંદભાઈને ચારૂપ કેસના લવાદનામાની એક એક નકલ આપેલી અને જણાવેલું કે સદરહુ ગૃહસ્થો પિતાની મેનેજીંગ કમીટીમાં આ લવાદનામું રજુ કરે અને તે લવાદનામું જૈનધર્મ અનુસાર છે કે કેમ તે જાહેર રીતે જણાવવું.
મેલાવડ ફેબ્રુઆરી માસમાં ભરાયેલ અને હજુ એસોસીએશન તરફથી સદરહુ લવાદ સંબંધી કશે મત બહાર પાડવામાં આવ્યો હોય એમ જણાતું નથી. એસોસીએશન જે મંદ ગતિએ કામ કરે છે અને સમાજને ઉત્સાહ તેમાં નથી તેથી હવે એસોસીએશન ઉપરની ફરજના વિષે પણ અમારી શ્રદ્ધા ઓછી થતી જાય છે. એસોસીએશન સારાં કામે સમાજ માટે કરશે એવી અમને ઘણી આશા હતી અને છે છતાં તેની મંદ ગતિથી અમને ખેદ થાય છે. આપણો સમાજ આવી સંસ્થા તરફ બેદરકાર હોય, એ અમારા ખેદનું મોટું કારણ છે અને એસસીએશનના મૂળ અને સામ્પ્રત સમયના ઉત્સાહી કાર્યવાહકે એ દીપકમાં તેલ પુરતા નથી એ વિષેશ ખેદનું કારણ છે. એસોસીએશન પાસેથી સમાજના કલ્યાણનાં અમારે ઘણું કામ કરાવવાનાં છે અને સમાજ અને અમારા વાયકગણને પણ આ એસોસીએશન જેવી સંસ્થાની ઉપયોગિતા વિષે કહી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com