________________
ખર્ચતા, પિતાના જેવા સુખી બનાવવાનું સાધન સામગ્રી આપતા અને તેમાં પોતાનું કર્તવ્ય માનતા.
આજે જૈનસમાજને મેટો સમૂહ દુઃખી છે. બેકારીના ભંગ થતા હજારે નવલોહીયા જુવાનીના ઉંબરે પગ મૂકતાં જ ખતમ થઈ જાય છે. હજારો વિધવાઓની દુર્દશા જોઈ શકાતી નથી.
સમાજની છિન્નભિન્નતા, અજ્ઞાન અને કુસંપ જોઈ જોઈને લેહીનાં આંસુ આવે છે.
ગામડાઓના હજારે બાળકો અજ્ઞાનરૂપી અંધકારમાં સબડે છે. લાખો સ્ત્રીઓ રૂઢી અને વહેમની ભઠ્ઠીમાં શેકાય છે. યુવક વર્ગ અને યુવક માનસ સમાજની આ દશા જોઈ સળવળી રહ્યા છે.
જ્યારે જગત સર્વનાશના આરે ઘસડાઈ રહ્યું છે, જ્યારે કરડે લોકોનો સંહાર ચાલી રહ્યો છે, જ્યારે પ્રજાની પ્રજા ભસ્મીભૂત થાય છે ત્યારે અહિંસાપ્રધાન જૈન સમાજ પોતાના ઉત્પાત માટે નિષ્ક્રિય કેમ રહી શકે?
મૃત્યુના મોમાંથી બચવા માટે કેવા કેવા પ્રયતેને મેટા પાયા ઉપર ઉપાડવા જોઈએ તેનો વિચાર સરખે શું આપણને નથી ?
સમાજમાં રચનાત્મક કાર્યની ભેરી હવે કયારે બજે છે!
માત્ર મેઢાની વાતે, બે પાંચ લેખ, પાંચ
૧૦]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com