________________
વેષપલટો ને તીર્થયાત્રા,
* “ તમે હંમેશાં અંચળગચ્છના દેરાસરે જાવ છે, તે સાચી વાત છે ?” * “હાજી ! જાઉં તે છું. ' '
“કારણ?' “મારી ઈચ્છા અને ભાવના !”
તમે જાણે છે કે તે આપણે સંપ્રદાયની વિરુદ્ધનું કાર્ય છે. '
જાણતા હતા, પણ મારી દૃષ્ટિ વિશુદ્ધ થતી જાય છે.”
તે નહિ બની શકે.' “હું તે જઈશ. શાસ્ત્રની પ્રામાણિક્તા મારી દષ્ટિએ વિશેષ છે. મારી વાત અસત્ય હેય તે સમજાવો. હું પ્રાયશ્ચિત કરવા તૈયાર છું.”
સંઘની સત્તા જાણે છે? મુનિવેશ ખુંચવી લઈશું.'
તેમના સંપ્રદાયના સાધુઓ અને સંઘના મોવડિઓએ દેરાસર જતા અને વાતવાતમાં પ્રશ્નો કરતા સાધુ ધર્મસિંહને સમજાવવા–ધમકાવવા પ્રયત્ન કર્યો. " સ્વપ્નની વાત તો હદયમાં છુપાયેલી હતી. તે ભૂલી ભૂલાતી નહોતી. અંજારમાં ચોમાસાને જોગ થઈ આવ્યો અને તેઓ નિત્ય અંચળગચ્છના દેરાસરે જવા લાગ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com