SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ થવા લાગ્યું. ધારશીભાઈ ધારશીભાઈ કહેવાવા લાગ્યા. સમાજમાં પણ સારી પ્રતિષ્ઠા વધી. વેવિશાળની વાત ચાલી અને માતા સુભગાબાઈને સુભાગ્ય ઉપડયાં. પણ વિધિને એ મંજુર નહોતું. કાળકાળ લેગ મુંબઇમાં ધસમસતે આવ્યો ને ધારશીભાઈના જીવનમાં અજબ પલટ કરતો ગયો. બા ! આજે કેમ લાગે છે !' બેટા ! ધારશી ! હું બન્યું એમ લાગતું નથી. બહુ પીડા થાય છે. તારા બાપુને હવે તેડાવીશ મા ! તે પત્રીથી નહિ પહોંચી શકે.” પણ બા ! દાક્તરને તેડી લાવું ! જોઈએ કદાચ ગાંઠ ફૂટી જાય તો દર્દ મેળું પડે.' " ના ભાઈ ના, દાક્તર બાક્તર નથી લાવવા ! હવે તે મને અરિહંતનું શરણુ લેવા દે. બેટા મેણુશી, આમ આવ તો. બેટા રતન, રો નહિ. જે હમણું મને ઠીક થઈ જશે.' “બા ! બા ! તું બેનભાઈની કશી ફિકર ન કરીશ.” “ભાઈ ! મારે તે શું ફિકર છે ! તું છોને બધાને સંભાળે તે. માતા પુત્રને છેલ્લા મેળા ચાલે છે. મા ઘરની ભરભલામણ કરે છે ત્યાં તો છેલ્લા શ્વાસ ઉપડયા ને સહુને રેતાં મૂકી માએ વિદાય લીધી. • મુંબઈમાં મરકી ચાલતી હતી. જ્યાં તે પહોંચતી ત્યાં સાથ વાળી દેતી. કુટુંબોના કુટુંબો ઉજાડી દેતી. [૨૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
SR No.034487
Book TitleSanyam ane Shouryana Pujari Muni Shree Charitravijayji (Kutcchi) Maharajni Jivangatha
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherBalabhai Virchandbhai Desai
Publication Year1941
Total Pages60
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy