________________
અમુક તારીખેમાં જન્મેલા માણસોને સ્વભાવ, તેમના ગુણ તેમનું ચારિત્ર્ય, તેમની કાર્યશક્તિ વગેરે કેવાં છે તે ઉકેલવાને, જાણવાનો અહીં પ્રયત્ન કરવામાં આવ્યા છે. આ સમજવાથી પોતાનામાં સારા તેમજ નરસાં કયા ગુણ છે તેની તેમને ખાત્રી થાય. આ પ્રકારના જ્ઞાનથી તે મનુષ્ય પોતાનામાં રહેલાં સારા ગુણોને પ્રયત્નથી પિષવાન અને નઠારા ગુણોને નિર્મળ કરવાને પ્રયત્ન કરશે, તે તે પોતાના જીવનને અત્યંત ઉચ્ચ પ્રકારનું બનાવી તેને શારીરિક, માનસિક, આર્થિક તથા આધ્યાત્મિક ઉન્નતિને અનુભવ કરાવશે.
આ પ્રકારનું ભવિષ્યદર્શન માણસના સ્વભાવને, તેની ટેવને, તેની કાર્યશક્તિને અને તેની સારી–નરસી યોગ્યતાને ખુલ્લાં પાડી દે છે. એટલે આપણે જો હામા માણસની જન્મ તારીખ જાણતા હોઈએ તો આપણને તેના સ્વભાવ વગેરેનું આગળથી જ દિગ્દર્શન થઈ જાય છે. આ દિગ્દર્શન ભવિષ્યમાં આપણને ખુબ જ સહાયભૂત થાય છે. ઉપરાંત આ ભવિષ્યવાણું દ્વારા આપણે આપણી પોતાની કાર્યશક્તિઓ જાણી શકીએ છીએ અને તે અનુસાર વતી આપણે જીવનને અનુકૂળ બનીને રહી શકીએ છીએ. વળી આ ભવિષ્યવાણી દ્વારા આપણે આપણાં સગાં-સ્નેહીઓના સ્વભાવ-ગુણ–ચારિત્ર્ય વગેરે પણ વિના મુશ્કેલીએ જાણી શકીએ છીએ.
આ સિવાય આ ભવિષ્યદર્શન રોજબરોજના બનાવોમાં ઉપયોગી થઈ પડે તેવી ઘણી અગત્યની બીનાઓ તેમજ સત્યોને પ્રકટ કરી દે છે. સ્વભાવ અને ખાસિયત એ પરથી ખ્યાલ કરીને માણસ પોતાના જીવનના ઘણા સારા માઠા પ્રસંગેની આગાહી મેળવી શકે છે તેમજ સાવચેત પણ રહી શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com