________________
૩૧૩
તમને રેખાઓ જણાઈ આવશે. અને એ દરેકનાં કપાળ પર હોય છે જ.
આ રેખાઓ જે બાલ્યાવસ્થામાં ન જણાય તો તે જુવાન વયે પણ જણાઈ આવે છે. વયના વધવાની સાથે રેખાઓ પણ ખીલે છે અને તે બાદ કાયમ ટકી રહે છે.
રેખાઓ અને આયુષ્ય
જે મનુષ્યનાં કપાળ પર પાંચ અથવા સાત રેખાઓ સ્પષ્ટપણે આલેખાયેલી હોય તે માણસ રાજ્યધુરંધર અને દેવાંશી બને છે. આવી રેખાઓ ધરાવનાર દીર્ઘજીવી પણ બને છે.
ત્રણ કે ચાર રેખાઓ ધરાવનાર રાજ્યમંત્રી કે પછી મોટા ઉદ્યોગપતિ બને છે. એનું આયુષ્ય પણ ૭૫ થી ૮૦ વર્ષ સુધીનું જાણવું.
બે અથવા એક રેખા જે સારી રીતે જણાતી હોય તો તે મેટ ચળવળીયો અને રાજકીય બુદ્ધિ ધરાવનારે પુરુષ થાય છે. આવી રેખા ધરાવનારને સામાજિક બાબતોમાં પણ ભારે રસ ઉત્પન્ન થાય છે.
જેના કપાળમાં એક પણ રેખા ન હોય છતાંય કમળનું કે પછી એના જેવું ચિન્હ હોય તો તેને કીર્તિવાન અને ધાર્મિક પ્રકૃતિવાળા માનવી સમજો,
જેના કપાળમાં શંખ, ચક્ર અથવા છત્ર-પદ્ય વગેરે ચિન્હો જણાય તે જરૂર રાજ કુટુંબને માનવી જાણ. આવા ચિહવાળે માણસ રાજા કે પછી મેટ અમીર થવા જ સર્જાયેલ. હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com