________________
૨૫૦
ભવાંવાળા માણસ સ્વભાવે મનમેજી, તરંગી અને સહેલસપાટા કરનારા હોય છે.
સ્ત્રીઓનાં ભવાં અને તેના લક્ષણ - જે સ્ત્રીનાં ભવાં અતિ શ્યામ વર્ણના હોય તે સુખી અને પ્રેમાળ નીવડે છે. બન્ને ભ્રમર સ્નિગ્ધ, નરમ અને એક બીજા સાથે મળેલી ન હોય તો તેવી ભ્રમરને શ્રેષ્ઠ ગણવામાં આવી છે. ધનુષની પેઠે નમેલી, કમળ વાળવાળી ભ્રમરને પણ સારી ગણવામાં આવી છે. આવા ભવાંવાળી સ્ત્રી ભાગ્યવતી અને સુખસંપત્તિ પામનારી નીવડે છે.
સામુદ્રિકશાસ્ત્રની દ્રષ્ટિએ વિચાર કરીએ તો જેની ભ્રમર વચલા ભાગમાં મોટી હોય તે થોડા આયુષવાળે જાણવો. ઊંચી ભ્રમરવાળે સુખી ને લાંબી ટૂંકી ભ્રમરવાળે દરિકી બને છે. બીજના ચન્દ્રમા જેવી જેની ભ્રમર હોય તે ધનવાન થાય છે. જે માણસની ભ્રમર મધ્યમાં નમેલી હોય તે પરસ્ત્રીમાં આસક્તિ ધરાવનાર અને ખંડિત ભ્રમરવાળે ધનહિન રહે છે. જેની ભ્રમર બહુ લાંબી હોય અને એક બીજાને મળતી ન હોય તે પૈસાદાર બને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com