________________
૧૫૪
સમજ આચરણ કરનારે, બુદ્ધિશાળી, ઓષધી જાણનારે, ચકાર, તપસ્વી અને શત્રુને દમનારે થાય છે.
ફાગણ–આ માસમાં જેનો જન્મ થયો હોય તે રંગકળાએમાં કુશળ, સંગીત શોખીન, વિલાસી સ્વભાવવાળે, કોમળ અંગવાળો, સ્ત્રીઓને વહાલે, શ્રીમત, કામી અને બધા પ્રકારની કળાઓનો ચાહક બને છે.
પક્ષ ઉપરથી સ્વભાવ લક્ષણ
પક્ષ ૧૫ દિવસને બને છે અને તે બે છે. કૃષ્ણપક્ષ અને શુકલ પક્ષ આ પક્ષમાં જન્મનાર પણ અમુક ખાસ ગુણ ધરાવે છે, અને તે નીચે મુજબનાં છે –
કૃણ પક્ષ—આ પક્ષમાં જેનો જન્મ થયો હોય તે સદા આનંદમાં રહેનારે થાય છે. એનામાં વિનય, શીલ અને ખંત હોય છે. સ્વભાવે એ ચંચળ તથા કાન્તિવાન પણ બને છે.
શુકલ પક્ષ–આ પક્ષમાં જેને જન્મ થયો હોય તે સદા પ્રતાપી અને શીલવાન રહે છે. કયારેક નબળી ક્ષણોમાં તે નિર્બળ પણ બની જાય છે. સંતતિ સુખ ભોગવનારે તથા સ્વભાવે તે દાનશીલ અને નરમ બને છે. તે દીર્ઘ આયુષ્યવાળો અને સ્ત્રીને વશ થનારે પણ બને છે.
તિથિ ઉપરથી સ્વભાવ લક્ષણ
તિથિ પંદર છે. એમાં પણ કેટલાક ખાસ ગુણ રહેલા છે. એની અસર એમાં જન્મનાર ઉપર પડે છે અને તે નીચે મુજબની હોય છે.
પ્રતિપદા (પડવો)–આ તિથિએ જન્મનારે રાજ્યમાંથી નાણા મેળવનારે, વિદ્વાન, સારા ગુણવાળે તથા બુદ્ધિશાળી બને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com