________________
ધંધાની સ્વતંત્ર માલીકી કરતાં તેઓ નોકર તરીકે કે પછી ભાગીદાર તરીકે સારું કામ કરી શકે છે. સ્વતંત્ર સાહસમાં આ લોકે પોતાના સ્વભાવને લઈને કયારેક નિષ્ફળ પણ જાય છે. આ તારીખમાં જન્મેલા શાન્ત સ્વભાવ, ઠરેલ બુદ્ધિ અને ઝડપી નિર્ણય શકિતને લઈને મોટાં ડીરેકટરે કે પછી લશ્કરી અમલદાર તરીકે પણ ઝળકી ઊઠે છે. મહાન સીઝર, આંગસ્ટર્સ, લોર્ડ કલાઈવ, લોર્ડ નેલ્સન, માર્શલ ફે આદિ મહાન સેનાપતિઓ આજ તારીખેમાં જન્મ્યા હતા.
ઘણા સી. આઈ. ડી. અમલદારે, ડીટેકટીવ આ તારીખેમાં જન્મેલા મળી આવશે. તુલા રાશિની અસર નીચે જન્મેલા મગજમારી કરવાના કામમાં પાવરધા હોવાથી તેઓમાંના ઘણા આવાં કામવાળા ધંધા તરફ આકર્ષાય છે. અને એમાં જ તેઓ પોતાને વિકાસ સાધે છે.
આ લોકમાંના કેટલાકે જુગારી માનસ ધરાવતાં હોવાથી જુગાર, રેસ-સટ્ટો રમવા તરફ વિશેષ ધ્યાન દોડાવે છે. પરંતુ આ બદીજ તેમનું સત્યાનાશ વાળે છે. તેઓ આ જુગારી લત ત્યજી દે, તે તેમનું ભવિષ્ય વધુ ઉજવળ બને છે એમાં જરાપણ શંકા નથી. જુગાર ઉપરાંત દારૂની લત પણ તેમણે ત્યજી દેવી જોઈએ.
જીવન-તન્દુરસ્તી અને સુખ
આ તારીખમાં જન્મેલા શરીરે ઉચા, પાતળા અને મજબુત બાંધાના હોય છે. તેમનું મુખ લંબગોળ હોય છે. બોલવામાં તેમને વેગ વધારે અને કયારેક તીણા સ્વરવાળા પણ તેઓ હોય છે. તેમની આંખે સુંદર અને વ્યવસ્થિત હોય છે. તેઓ મનહર રીતે ઝડપથી હલનચલનની ક્રિયાઓ કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com