________________
૯
મહારાજા શ્રેણિક
પડીકા વાળી આપવા લાગ્યા. શેઠ આ મુસાફરની ચાલાકી જોઈ ખુબ ખુશ થઈ ગયા. તેએ વિચારવા લાગ્યા. મારી દુકાને કાઈ રડયુંખડયું ધરાક આવતું તેના બદલે આજે કેટલાં બધાં ધરાય આવ્યાં ? ખરેખર ! આ પ્રભાવ આ મુસાફરનેાજ જણાય છે. જીઆને ! એનું કપાળ કેટલું તેજસ્વી છે ? આમ વિચારી ભદ્ર શેઠે પૂછ્યું: ભાઇ ! તમે આજ કાના મહેમાન છે ? શ્રેણિક કહે, શેઠ ! હજીસુધી “કાઇના મહેમાન થયા નથી. આપનું આમંત્રણ મળે તે આપના. ભદ્રશેઠ કહે, ધન્ય ભાગ્ય મારાં. મારા નશીઅમાં તમારા જેવા મહેમાન ક્યાંથી? આમ ખેલી તેમણે દુકાન બંધ કરી ને શ્રેણિકને ઘેર લઈ ગયા. ત્યાં ભદ્રશેઠે પુત્ર માનથી તેમને ન્હેવરાવ્યા તથા જમાડયા. પછી શેઠે પૂછ્યું; ભલા મુસાફર ! આપ ક્યાંથી આવા છે ! આપનું તથા આપના માતપિતાનું નામ શું? શ્રેણિક કહે, "કેટલાક કારણાસર એ બધી બાબતેા હું કહીશ નહિ. પણ આપ મને ગોપાળ કહીને બોલાવો. ભશેઠે કાંઈ પણ વધારે પૂછ્યું ઠીક ન ધાર્યુ. શ્રેણિક ભદ્રશેઠને ત્યાં
રહેવા લાગ્યા.
સમ
ભદ્રરોઠને નદા નામે જુવાન દીકરી છે. તેના માટે તે વરની ચિંતા કરતા હતા. થોડા દિવસ શ્રેણિક એમને ત્યાં રહ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com