________________
૪૭
ભરત બાહુબલિ
માથેથી મુગટ ઉતાર્યો. કાનેથી કુંડળ ઉતાર્યા. હાથેથી બાજુબંધ ઉતાર્યા. કેડેથી કંદરે ઉતાર્યો. પગમાંથી પાવડીઓ કાઢી. ખભેથી ખેસ કાઢ. બધાં ઘરેણાં દર કર્યા. રૂપ કેટલું બદલાઈ ગયું. પહેલાંના કરતાં હજારમાં ભાગનું યે ના મળે.
ભરતને વિચાર થયેઃ હું કેટલે મૂખ કે આ ખોટા રૂપમાં ર. આ બધી બહારની વસ્તુનુંજ રૂપ! મારૂં રૂપ કાંઈ નથી. આખોટા રૂપમાં હું રાજા થઈને ભાન ભૂલ્ય. ધિક્કાર છે મને.
વિચારમાં ઉંડા ઉતર્યા. આભૂષણે તે આજ છે ને કાલે નથી. શરીર પણ નાશ પામવાનું. એને વળી હશે?
વિચારમાં શરીર ભૂલ્યા ને મન ભૂલ્યા. બધું ભૂલ્યા. ન ભૂલ્યા એક પ્રભુ. પ્રભુ સાથે પ્રેમ કર્યો.
રૂડો વૈરાગ્ય જાગે. હૈયું પવિત્ર થવા લાગ્યું. ને પૂરું પવિત્ર થતાં પ્રગટયું કેવળજ્ઞાન. પહેલાં અધૂરા હતા. હવે પૂરા થયા.
એ ભરત અને એ બાહુબલિ. વજથી વધુ કઠોર હતા. પણ કુલ પાંખડી જેવા કોમળ થયા. વીર તે હતા પણ મહાવીર થયા.
એવા વીરેની જ જગતને જરૂર છે. એવા વીરની જ જન સમાજને જરૂર છે.
શિવમસ્તુ સાત:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com