________________
અર્જુનમાળી
મોટું એક મંદિર હતું. તેમાં યક્ષની મૂર્તિ હતી. તે મૂર્તિના હાથમાં લેઢાની ભારે મગર (ગદા). એટલે મેગ૨પાણિ યક્ષના નામે તે ઓળખાતી. રાજગૃહના લેકે અહીં અવારનવાર આવતા. ફળફુલ ને નૈવેદ્ય ધરતા.
એક માળી ને માળણ આ યક્ષના ભારે ભગત. તેમનું નામ અજુન ને બંધુમતી. તેમની સરખે સરખી જોડ છે. પરસ્પર પ્રેમ અપાર છે. બધુમતી રૂપે રંભા સમાન છે. જુવાનીના પુરજોરમાં છે. એક સુંદર બગીચાના તે માલિક છે. તેમના બગીચામાં જાઈ ખીલે, જુઈ ખીલે. માલતી ને મચકુંદ ખીલે. કેતકી ને કેવડે ખીલે. ગુલાબ ને ગુલબાસ ખીલે. ચંપિ નેમ ખીલે. એમ હજારે કુલની જાતખીલે. તેમાંથી સારાં સારાં કુલની છાબડી ભરે. સજોડે જઈને યક્ષને ચડાવે. વળી ધૂપ કરે ને નૈવેદ્ય મૂકે. લળી લળીને પાય પડે. સેવા ભક્તિમાં કાંઈ ખામી આવવા ન દે.
આજે પર્વને દિવસ છે. લકે અનેક રીતે આનંદ કરે છે. સુંદર સુંદર કપડાં પહેર્યા છે. નાજુક ને મનહર ઘરેણાં પહેર્યો છે. કેઈ વાજીંત્ર વગાડે છે. કે નાચ કરે છે. કોઈ ઝાડે હિંચકા બાંધી હીંચે છે. કેઈ નવી નવી રમત રમે છે. એવામાં એક રખડુ ટેલી નીકળી. તેમાં છ ઉમ્મર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com