________________
ભરત બાહુબલિ
સંપ
તેણે બાંધી દાનશાળા. દૂર દેશથી લૉકા આવે. ધન ઢીણાને ધન આપે, નવસ્રાને વસ્ત્ર આપે. દ્વાર આપે ઢાંકર આપે. આપવા જેવું બધું આપે, લેનારા થાકે પણ દેનારા તે થાકેજ નહિ.
એક બાંધી ભેાજનશાળા. જમવું હેાય તે જમી જાય. કાઇને કાઈ રાંકે નહિ. ભૂખ્યા ભાજન જમતાં જાય. રૂડી આશીષ દેતાં જાય.
મોટાં મોટાં મંદિર બાંધ્યા. કરાડી રૂપીઆ ખરચ્યા, આરસનાં મંદિરમાં હીરામેાતી જડેલાં, રત્નની તેા પ્રતિમાએ. વિદ્યાશાળાઓ ને પાઠશાળાઓ, કસરતશાળાએ ને અખાડાઓ. ભરતના રાજ્યમાં ઠેકઠેકાણે. છૂટે હાથે પૈસા વાપરે.
"(
ભારતના રાજ્યમાં સાનાની તે। કિંમત નહિ. લૉકે! તેા કહેતા “ ભરતની પ્રજા જેવી મજા કાઈ સુખી નથી. તેના જેવી સમૃદ્ધ નથી. ભરતના જેવા ઇન્સાફ નહિ તેના જેવા ન્યાય નહિ. ” ભાગી હોય કે જોગી હાય, વૃદ્ધ હાય કે જુવાન હેાય સૌ તેનાં વખાણ કરે.
ભરતે મેાટા મહેલા બંધાવ્યા. અદ્દભુત રચનાવાળા ને ને અદ્ભુત કારીગરીવાળા.
બધા મહેલોમાં અરિસાભુવન બહુ સુંદર, દર્પણની ભીંતા ને દપ ણનાં ખારીબારણાં, દર્પણના પાટડાને દર્પણના ચાંભલા. શું જાળીઓ કે શું અટારીએ ! બધુંજ દર્પણનું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com