________________
પ્રકાશકનું નિવેદન. ધીમે પણ મક્કમ પણે પ્રગતિ કરી રહેલી બાળગ્રંથાવલી આજે પિતાની બીજી શ્રેણીની બીજી આવૃત્તિ પ્રગટ કરે છે. સત્યાગ્રહની લડતમાં આવેલી સર્વત્ર મંદીમ પણ પહેલી આવૃત્તિ
એક વર્ષમાં ખલાસ થઈ અને આજે તે એ હિંદી - ભાષામાં પણ પ્રકાશિત થઈ રહી છે. બીજી આવૃત્તિ સળંગ પુસ્તકાકારે છાપી તેનું મૂલ્ય ઘટાડી સવા રૂપિયે રાખેલ છે. ઉત્તરેત્તર સમય મળતાં પ્રકાશન વધારે સસ્તુ ને વધારે સુંદર બનાવવાની અમારી અભિલાષા વાચક વર્ગના સહકાર પર અવલંબે છે. અમે આશા રાખીએ છીએ કે દરેક જન ભાઈ આ પ્રકારોને મીઠી નજરથી જુએ અને અપનાવે.
--પ્રકાશક,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com