________________
શ્રી સ્થૂલિભદ્ર
૨૩૩
પાલખીમાં બેસી તેઆ ચાલ્યા. રાજ દરબારે પહોંચ્યા ત્યારે ખબર પડી કે પિતાનું આજે મૃત્યુ થયુ. તેમના મનમાં ખુબ ખેદ થયા: હા ! ધિક્કાર હા મારા ભાગવિલાસને. તેમાં ડુખતાં છેવટનું પિતાનું મ્હાં પણ જોવા પામ્યા નહિ. રાજાએ કહ્યુંઃ આપ પ્રધાનપદ સ્વીકારા. સ્થૂલિભદ્ર કહે, મહારાજ ! મારા પિતાના મરથી મારૂ મન ખેદ પામેલું છે. માટે જરા શાંત મને વિચાર કરવા ઘેા. વિચાર કરીને જણાવીશ. રાજા કહે, સારૂં. આ અશાક બાગમાં આપ બેસા. ત્યાંના શીતલ પવનથી આપનું મન શાંત થશે.
સ્થૂલિભદ્ર અશોક બાગમાં ગયા ને વિચાર કરવા લાગ્યા. અહા ! આ પ્રધાનપદ કેવું છે ? એ પ્રધાનપદને લીધે મારા પિતાનું કમાતે મરણ થયું. પ્રધાન થવુ એટલે રાજાને રીઝવવા, પ્રજાને રીઝવવી. આપણા આત્માના અવાજને તે તેમાં સ્થાનજ નહિ. એ ધાંધલીયા જીવનથી શે। લાભ ! આખી દુનિયાને રીઝવવા કરતાં પેાતાના આત્માને રીઝવીએ તે કેવું સારૂં' ? ખરેખર આત્માને જ રીઝવવા. બીજાને રીઝવવાની ધમાલમાં ન પડવું. આમ વિચાર કરીને પાછા પૂર્યા. આજના બનાવથી ને કરેલા વિચારથી તેમનું હૈયું બરાબર વૈરાગ્યરંગે રંગાયું. રાજાએ કહ્યું: કહે। આપે. શે વિચાર કર્યાં ? સ્થૂલિભદ્રે કહે, રાજન ! પ્રધાનપદ મારે જોઇતું નથી. તમારૂ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com