________________
રાજર્ષિ પ્રસન્નચંદ્ર અને વકલચીરી
૧ :
સહામણું શહેર છે. રૂડો ત્યાં રાજમહેલ છે. તેના ગોખે રાણી બેઠી રાજાના વાળ ઓળે છે. રાણીનું નામ ધારિણી ને રાજાનું નામ સેમચંદ.
કાળા ભમર વાળ ઓળતાં માંહિ એક ધોળે વાળ દેખાયે.એટલે રાણી બેલીઃ સ્વામી! દૂત આવ્યું. રાજાએ આમ જોયું તેમ જોયું પણ કોઈ દેખાયું નહિ. તેણે કહ્યું ક્યાં છે દૂત? મને તો કોઈ દેખાતું નથી. ત્યારે રાણુએ પેલે વાળ રાજાના હાથમાં આવે અને કહ્યું: ઘડપણને સંદેશે લાવનાર દૂત આ રહ્યા. રાજા આ જોઈ વિચારમાં પડયા. રાણી બેલીઃ સ્વામીનાથ ! એમાં ખેદ શું કરે છે? જુવાન હોય તેને ઘડપણ તે આવે જ ને?
રાજા કહે, પ્રિયા ! મને ઘડપણને ખેદ નથી થતું. હું તો એ વિચારું છું કે મારા બાપદાદાએ ઘડપણ આવ્યા પહેલાં સંન્યાસ લીધો ને હું તો સંસારનાં ભોગ ભોગવી રહ્યો છું. માટે હું પણ હવે સંન્યાસ લઉં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com