________________
૧૧૪
મહાસતી અંજના
અંજના જાણે છે. હમણાં પવનજી મારા ઓરડે પધારશે ને પ્રેમથી હું તેમની સાથે વાત કરીશ. પણ પવનજી તો દેખાયા જ નહિ. એક દીવસ થયે, બે દીવસ થયા પણ પવનછ તે અંજના સાથે બેલતા કે નથી ચાલતા યે નથી. અંજના ખુબ દુખી થઈ. મનમાં વિચારવા લાગી મારે એવો શો વાંક ને શે ગુન્હો કે પરણીને પતિ બેલાવતા નથી ?
થોડા વખતમાં પિયરથી મેવા મિઠાઈ આવ્યા. વસ્ત્રઘરેણાં આવ્યાં, તે લઈને વસંતમાળાને પવનજી પાસે મોકલી. વસંતમાળાએ પવનને કહ્યું મારી બાઈના પિયરથી આપને માટે આ મેવા મિઠાઈને વચ્ચઘરેણું આવ્યાં છે. આપ અંગીકાર કરે. પવનજીએ મેવામિઠાઈ લઈને ત્યાં ગાતા ગવૈયાને આપ્યાં. વસના કટકા કર્યા ને ઘરેણાં લઈ ચંડાળને આપ્યાં.
વસંતમાળાને ખુબ ખેદ થયે આવીને પોતાની બાઈને વાત કરી. અંજનાને ખાતરી થઈ નક્કી પવનજી મારા પર રીસે બન્યા છે. પણ હું શું કરું? મારી સાથે વાતચીત કરે તે સમજાવું. પણ પવનને કોણ સમજાવે ?
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat