________________
મહાસતી અંજના
મહેંદ્ર રાજાને સો પુત્ર થયા પણ એક પુત્રી ન થઈ. એટલે તેઓ ઈચ્છતા કે તેમને એક પુત્રી થાય તો સારું. તેમની આ આશા થોડા વખતમાંજ ફળી. તેમને ત્યાં એક રૂપવતી બાળાને જન્મ થયો. રાજારાણુ એ બાળાને જોઈ ખુબ હરખાયા. તેનું નામ પાડયું અંજના.
અંજના પિતાને ખુબ વહાલી છે. માને હૈયાને હાર છે. બંધને તે “સ બંધવ વચ્ચે એક બેનડી” એટલે નેહ અથાગ છે.
ઉમ્મરલાયક થતાં તેણે વિદ્યાભ્યાસ કરવા માંડ ને થોડા વખતમાં તે બધી વિદ્યામાં પારંગત થઇ.
દીકરી જુવાન થતાં માબાપને તેના વરની ચિંતા થવા લાગી.
તેમના પ્રધાને અંજના માટે વર શોધવા લાગ્યા. અનેક રાજકુમારોની છબીઓ લાવીને બતાવવા લાગ્યા. આ બધામાંથી મહેંદ્રરાજાને બે રાજકુમારે પસંદ પડ્યા. વડા પ્રધાનની સલાહ માગી કે બેમાંથી ક્યો વર પસંદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com