________________
૪૮
આદર્શ જેન બ્રહ્મત્વ ને ક્ષત્રિયત્નને ત્યાં યોગ છે. જ્ઞાનયોગ ને કર્મયોગને સંગ છે. રસિક્તા ને વિરાગને જૈનમાં મીઠે મેળ છે. જડતા ને નિર્બળતા એની કલ્પનામાં ય નથી. સંકુચિત દષ્ટિ ને હેમે તેના રવમ-પ્રદેશમાંય નથી. ઉલ્લાસ ને દુઃખમાં, તડકા કે છાયામાં સરખો સંયમ ન જાળવે છે, પેટી મર્યાદા ને દંભભર્યો નૈતિક (!) સિદ્ધાંતને પહેલી તકે એ શાંત ચિત્તે હણે છે. જગતના Mysticism-ગુપ્તજ્ઞાનના ભંડારની ચાવીઓ તેના હાથમાં છે. ગુપ્તદષ્ટા થઈને શુભ હેતુસર ( શુભ હેતુનાં પ્રદર્શન કર્યા વગર પણ) જન દુનિયાને ઘણીવાર ભડકાવે છે. દુનિયા-આ ગબડતી દુનિયા જોઈ જોઈને બહુ ભડકે છે ને રતંભે છેઃ જાગે છે, ને દોડે છે તેનામાં પ્રાણ પૂરાય છેઃ
Shree Sudharmaswami Gyanbhandar-Unyaway. Sorratagyanbhandar.com