________________
આદર્શ જૈન
એના પવિત્ર મનના સ્મિત આગળ ગુંચાયલા કેયડા સ્વતઃ ઉકલે છે તેના મુંગા શબ્દમાંથી સર્વત્ર પ્રેરણા ને પવિત્રતાનાં દ્વારા ઉડે છે. વીરતા ને પ્રેમ વગરની દરેક વસ્તુમાં એ મરેલે છે. પરમાત્મા ને પ્રભુતા વિનાની દરેક ચીજમાંથી દેશવટો લીધા છે. પ્રતિપળે સંસ્કારનાં વહેળા તે જીવનમાં ચોમેરથી વાળે છે. સંસ્કારી થઈને વધારે સહિષ્ણુ બને છે ને ઉપર ઉપરના છાલાં ફેંકી દિવ્ય રસમાં નિરંતર જે રમે છે–રમી જાણે છે તે આદર્શ જૈન!
જેનના જ્ઞાનની સાથે સંસ્કૃતિ ખીલતી આવે, પ્રેમની સાથે નિર્મળતા વહેતી હોય. દયાની સાથે દષ્ટિનાં વિવેક વિકસે, સંયમની સાથે રસિકતાને અખંડ ઝરે ફટે !
Shree Sudharmaswami Gyanbhandar-Ungaway. Burratagyanbhandar.com