________________
ઉપર જોયું તેમ ઉંધા પાયા ઉપરજ ચણાએલ ભાઇ માતીચંદ કાપડીયાની લેખ–ઈમારતમાં શ્રી વિજયવલ્લભસૂરિને નાસ્તિક સિદ્ધ કરવા માટે હેમણે શ્રી સાગરાનદસૂરિજીને ચેલેંજ કરીને તે તારથી ઝીલાઇ, અને શ્રી વિજયવલ્લભસૂરિને સાથે લઈને આવવા સૂચવાયું હતું. નાચવું ન હેાય ત્યારે આંગણું વાંકુંજ લાગે ! ભાઈ મેાતીચંદ કાપડીયા લખે છે, શ્રી વલ્લભવિજયસૂરિનું શું કામ છે ? વિ. વાહ! હેમના શ્રીમુખના શબ્દોથીજ જે ટીકા સિદ્ધ થવી શક્ય હાય, હેમાં એમની શી જરૂર છે? એ વિચાર કેવા અસદ્ધ અને વિચારશીલતા વિહીન લાગે છે? પુજ્યપાદ સાગરજી મહારાજ, જો તેઓએ ઉપધાન વિશે ઉચ્ચારેલ શબ્દો અન્યથા છે, એમ સાખીત કરી શકે તે। શ્રીમાન વલ્લભવિજયજી વિશેની પેાતાની માન્યતા ફેરવવાને તૈયાર છે, એવી ઉદારતા પણ જાહેર કરી ચુકયા છે. છતાં શ્રી વિજયવલ્રભસૂરિને વચ્ચે ન લાવવાની વાતા કરવી, એ વર વગરની જાન જોડવા જેવું નથી લાગતું શું? શ્રી વિજયવલ્લભસૂરિએ જો એવા શબ્દો નજ ઉચ્ચાર્યા હાય તા પાતે અંગત ખુલાસા કેમ મહાર પાડતા નથી ? જો તેમ થાય તે આ પરિસ્થિતિ ઉપર નવા પ્રકાશ પડે તેમ છે.
વળી સમાજના હિતની ખાતર સત્ય વસ્તુને બહાર મુકવી, તે કાંઇ ગુન્હા નથી. એસડ આપતાં દર્દી તરફડે તેથી ડેાકટર ગભરાય તો કેમ ચાલે ? આપરેશન વખતે કેટલાક અંગત સંબ ંધીએ “ હાય ! હાય !” કરી બેસે છે ને પાક મૂકે છે માટે તા તેઓને દૂર રખાય છે ને ડાકટર દર્દીનું હિત જોઇ કઠાર પણ હિતસ્વી હૃદય આપરેશન કરે છે. નાસ્તિકતાના વધતા દર્દના એપરેશનની આજે અનિવાર્ય અપેક્ષા હતી અને શ્રીમાન સાગરાનસૂરિ જેવા સમર્થ ને કુશળ વેદ્યોજ એ માટે ચાગ્ય હતા,
ઉપરાન્ત કેટલેક સ્થળે આ વ્યાખ્યાન વિશે ઠરાવેા થયા છે, તે ખખત પણ વિચારણીય છે. સુખઇમાં ચુથલીગના આશ્રય નીચે તા. ૧૭–૧૨–૨૮ને દિને એક સભા ઠરાવ કરવાને રખામેલી. આની માહેતી અર્જુને મળતાં એના સેક્રેટરીઓને સેાલીસીટરા દ્વારા નોટીસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com