________________
હતો. એની મૂંગી ભાષા જાણતો હતો. આ જોઈને એણે કહ્યું, “હં.... હવે તારે ફરવા જવું છે ને ? બોલ, ક્યાં ટહેલવા જવું છે ? બજારમાં જઈશું કે ખેતરે જઈશું? બોલ, બોલ.”
ચંદુની વાત નજીકમાં બેઠેલાં કાકી સાંભળે. ચંદુને જોઈને પાંચ મહિનાની બાળકી કેવી ગેલમાં આવી ગઈ એ આશ્ચર્યથી નિહાળે.
ચંદુએ તો બેબલીને તેડી લીધી. ઘરની બહાર નીકળ્યો. બહાર નીકળતાં કાકીને કહ્યું કે બેબીબેન જરા બજારમાં આંટો મારીને આવે છે !
કાકી વિચાર કરે કે હા કહું કે ના કહું, જો ચંદુના છે કાકાને ખબર પડે તો એમનાં બધાંય વર્ષ પૂરાં થઈ જાય,
પણ નાનાં બાળકોનું વહાલ જોઈને એ કશું બોલી શક્યાં છે નહિ. થોડી વારમાં ચંદુ બેબીને ગેલ કરાવતો-કરાવતો 0 ક્યાંય આગળ નીકળી ગયો.
અગિયાર વર્ષનો ચંદુ પોતાની પાંચ મહિનાની નાની બેનને બજાર બતાવવા લાગ્યો. રમકડાંની દુકાને ઊભો 6 રહીને રમકડાં બતાવે. રસ્તા પર મદારી ખેલ કરે. ઘૂઘરી છે પહેરી નાચતા માંકડાને બતાવે. 6 બેનને ગેલ કરાવતો જાય. ધીરે-ધીરે આગળ વધતો
જાય. ૩૬૦ 0 0 0 0 0 0 0 0 મોતને હાથતાળી
ગામડાની બજાર સાવ સાંકડી. બે બાજુ દુકાનો અને વચ્ચે ધૂળિયો રસ્તો, ગાય, ભેંસ અને બળદ પાણી પીવા છૂટ્યાં. ચંદુ બેનને ગાય બતાવે, ભાંભરતી ભેંસ બતાવે.
એવામાં એક બળદ આવ્યો. ખૂબ ઝપાટાથી દોડતો આવ્યો. આમતેમ શિંગડાં ઉછાળતો આવ્યો.
ચંદુ બેનને લઈને એનાથી બચવા ગયો. રસ્તાની સામી બાજુએ જવા ગયો. એટલામાં બીજી બાજુથી બીજો બળદ આવ્યો. બેય બળદ તોફાને ચડ્યા.
તલવાર સામે તલવાર અફળાય એમ બળદનાં શિંગડાં સામે શિંગડાં ભટકાવા લાગ્યાં.
બળદનું મોટું મોટું શરીર. લાંબાં અણીદાર શિંગડાં. | શિંગડાં એવાં ઉલાળે કે ભલભલો ફંગોળાઈ જાય.
અગિયાર વર્ષનો ચંદુ બેની વચમાં ફસાઈ ગયો. | રસ્તા પરથી બધાં માણસો આઘાપાછાં થઈ ગયાં. ચંદુને એક બળદનો જોરથી ધક્કો વાગ્યો. ચંદુ ફંગોળાઈ ગયો. કેડે તેડેલી નાની બેન નીચે પડી.
ચંદુએ રાડ પાડી, “ઓ...મારી બેન...રે....”
પણ તરત ચંદુ સાવધ થયો. વિચાર કર્યો કે બેબલી | પર બળદનો પગ આવશે, તો પછી ?
0
0
0
C00009
હૈયાનાં હેત
-0-0-0-0-0-0-0 - ૩૭